જામનગરના દરેડ ગામે રહેતા સુનિલ જગદીશભાઈ જાદવ ઉ.વ.૨૭ નામના યુવક પર રાજકોટમાં સાળા અને સાળાના મિત્રએ ત્રણ દિવસ પહેલા લોખંડના પાઈપ વડે કરેલા ખુની હુમલામાં ઈજાગ્રસ્ત બારોટ યુવક સુનિલનું મોત નીપજતા બનાવ હત્યામાં પરિણમ્યો છે, બી ડિવિઝન પોલીસે બન્ને શખસો સામે હત્યાની કલમનો ઉમેરો કરવા તેમજ ધરપકડની તજવીજ હાથ ધરી છે.
બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ દરેડનો યુવક સુનિલ સેન્ટ્રીંગ કામ કરતો હતો. બે વર્ષ પહેલા રાજકોટના મોરબી રોડ પર ગણેશનગર શેરી નં.૭માં રહેતા મનુભાઈ પરમારની પુત્રી પ્રિયા ઉ.વ.૨૦ સાથે બે વર્ષ પૂર્વે જૂનાગઢની કોર્ટમાં મેરેજ કર્યા હતા. અને જામનગરમાં રહેતા હતા. ગત તા.૬ના રોજ સુનિલનો સાળો રવિ જામનગરથી તબિયતનું બહાનું બતાવી બહેન પ્રિયા (સુનિલની પત્ની)ને રાજકોટ તેડી ગયો હતો.
પત્નીને લઈ જતાં સુનિલ રાજકોટ ફોન કરતો હતો. બે દિવસ સુધી કોઈ ફોન રિસિવ કરતા ન હતા. સાળા રવિએ એક વખથ ફોન રિસિવ કરીને રાજકોટ આવીને પ્રિયાને તેડી જવા કહ્યું હતું. ગત તા.૧૨ના રોજ સુનિલ પત્નીને લેવા માટે રાજકોટ આવ્યો હતો અને સાળા રવિને ફોન કરતા રવિએ કુવાડવા રોડ પર ચામુંડાનગરમાં તેના ટાયરના ડેલા પર સુનિલને બોલાવ્યો હતો. સુનિલ ત્યાં પહોંચતા સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં રવિ અને તેના મિત્રએ વાતચીત શરૂ કરી હતી અને ચા–પાણી પીધા હતા.
સુનિલે પત્ની પ્રિયાને બોલાવવાનું કહેતા રવિ અને તેનો મિત્ર થોડીવાર આમતેમ થઈ ગયા હતા. અચાનક જ રવિએ ઉશ્કેરાઈને બનેવી સુનિલને મોઢું દબાવી ખાટલામાં સુવડાવી દીધો હતો સાથે રહેલા મિત્રએ લોખંડનો પાઈફ લાવી સુનિલ પર આડેધડ ઘા કરવા લાગ્યા હતા. રવિના મિત્રએ છરી પણ કાઢી હતી જે રવિએ હાથમાં લઈને સુનિલને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી હુમલો થતાં સુનિલે બૂમાબૂમ કરતા અન્ય લોકો ધસી આવ્યા હતા. રવિ તથા તેનો મિત્ર નાસી છૂટયા હતા.
ઈજાગ્રસ્ત હાલતમાં સુનિલને સારવારમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાો હતો. હત્પમલાના બન્ને પગ ભાગી નાખ્યા હતા. સુનિલને ૨૫થી વધુ ટાંકા આવ્યા હતા. જે તે સમયે બી ડિવિઝન પોલીસે સુનિલની ફરિયાદના આધારે સાળા રવિ પરમાર અને સાળાના મિત્ર સામે આઈપીસી ૩૨૫ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. દરમિયાનમાં સારવારગ્રસ્ત સુનિલનું ગઈકાલે બપોર બાદ મૃત્યુ નીપજતાં બનાવ હત્યામાં પલટાયો છે. બે વર્ષ પૂર્વે પ્રેમ લગ્ન કર્યાના ખારમાં સાળાએ બનેવી પર ખુની હુમલો કર્યાની ઘટના હત્યામાં પરિણમતા પોલીસે બન્ને શખસો સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે
યુવકનો મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર, મૃતકના પરિવારજનોના સીપી કચેરીએ દેખાવ
રાજકોટના ગણેશનગરની યુવતી સાથે પ્રેમ લગ્ન કરનાર સુનિલ જાદવની સાળા રવિ પરમારે મિત્ર સાથે કરેલી હત્યાના બનાવ બાદ મૃતકના પરિવારજનો વિફર્યા હતા. આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. બી ડિવિઝન પોલીસે જે–તે સમયે તા.૧૨ના રોજ સુનિલ પર સાળા રવિએ કરેલા હત્પમલાની એ વખતે સુનિલની જ ફરિયાદ નોંધી હતી. ગઈકાલે મૃત્યુ થતાં હયાતી કલમનો ઉમેરો કર્યેા છે. મૃતકના પરિવોરે આરોપી પકડાઈ નહીં ત્યાં સુધી લાશ નહીં સ્વીકારે સાથે વિરોધ વ્યકત કર્યેા હતો. સીપી કચેરીએ ધસી આવ્યા હતા જયાં પણ ઉગ્ર રજૂઆત કરાઈ હતી. મૃતક સુનિલ જામનગરના દરેક ગામનો વતની હતો રાજકોટમાં ગણેશનગરમાં બે વર્ષ પૂર્વે માસીના ઘરે રહી કેશિયો પાર્ટીમાં કામ કરતો હતો. એ સમયે પાડોશી યુવતી સાથે પ્રેમ થઈ જતાં બન્નેએ કોર્ટ મેરેજ કર્યા હતા. ગઈકાલે પ્રેમ લનો કરૂણ અંજામ આવ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMબાબા સિદ્દીકી હત્યા કેસઃ પુણેમાંથી વધુ 2 આરોપીઓની ધરપકડ, અત્યાર સુધીમાં 18ની ધરપકડ
November 07, 2024 05:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech