ત્રણ આરોપી ઝડપાયા : એકની તલાશ : મૃતકની પત્ની સાથેના મુખ્ય આરોપીના અનૈતીક સબંધ કારણભુત
જામનગરના રામેશ્ર્વરનગર વિસ્તાર વિનાયકપાર્કમાં રહેતા યુવાનનું ઢીમ ઢાળી દેવામાં આવ્યુ હતું આ બનાવનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે, ૩ આરોપીઓની ધરપકડ કરી છે અને એકને શોધી કાઢવા ચક્રો ગતીમાન કર્યા છે. મૃતકની પત્ની સાથે આડા સબંધ ધરાવતા શખ્સે મારવા માટે માણસો મોકલ્યા હોવાનું તપાસમાં ખુલ્યુ છે.
જામનગરના રામેશ્ર્વનગર વિનાયકપાર્કમાં રહેતા પ્રતાપભાઇ મકવાણા નામના યુવાન લોહી લુહાણ હાલતમાં મળી આવતા જી.જી. હોસ્પીટલ ખસેડવામાં આવેલ જયાં મૃત્યુ થયાનું જાહેર થતા બનાવ હત્યામાં પલટાયો હતો અને આ અંગે મૃતકના ભાઇ દ્વારા સીટી-બી ડીવીઝનમાં ૩૦૨ મુજબ અજાણ્યા શખ્સો સામે ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે સીટી-બી પીઆઇ એચ.પી. ઝાલા અને સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરી હતી, રાઇટર મુકેશસિંહ, રાઇટર સલીમભાઇ અને ડી-સ્ટાફ દ્વારા તપાસ લંબાવીને ઘટના સ્થળ અને આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા. દરમ્યાનમાં હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે.
નવાગામ ઘેડમાં ડેન્ટલ હોસ્પીટલ સામે રહેતા જમીન, મકાનની લે-વેચ કરતા મહમદ સુલેમાન સફીયા દ્વારા હત્યા કરવાનું કાવતરુ ઘડાયુ હોવાનું સામે આવ્યુ હતું, મૃતકની પત્ની સાથે તેને અનૈતીક સબંધ ધરાવતો હોય જેમાં મૃતક રીક્ષાચાલક યુવાન આડખીલીરુપ હોય આથી કાસળ કાઢી નાખવા નકકી કર્યુ હતું. મહમદ સુલેમાને માણસો મોકલ્યા હતા, અને આ શખ્સોએ યુવાનની હત્યા કરી હતી.
પોલીસે આ બનાવમાં મહમદ સુલેમાન જીવા સફીયા, ગોકુલનગરના મોઇન ઉમર સફીયા, મુળ લાખાપર ગામ હાલ પોરબંદર રવિપાર્ક ખાતે રહેતા રામસંગ ઉર્ફે રામદેવસિંહ ઉર્ફે રામલો ભીખુભા સોઢા આ ત્રણેયની અટકાયત કરી હુમલામાં વપરાયેલા હથિયાર કબ્જે લેવા તજવીજ હાથ ધરી છે, જયારે એક આરોપી અમિત સીતાપરા ફરાર થઇ ગયો હોય તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech