જામનગરમાં ૧૫ દીવસ પહેલા થયેલી મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલાયો

  • September 10, 2024 10:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તરુણ ચોરાઉ બાઈક સાથે પકડાયો


જામનગરના ડેન્ટલ કોલેજ વિસ્તારમાંથી ૧૫ દિવસ પહેલા એક મોટર સાયકલ ની ચોરી થવા પામી હતી આ બાઇક ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસ ને સફળતા સાપડી છે અને એક શખસ  ને  ચોરવ બાઈક સાથે પોલીસે ઝડપી પાડ્યો છે.


જામનગર નાં ડેન્ટલ કોલેજ પાસે થી સ્પ્લેન્ડર મો.સા જેના રજી નં જીજે-૩૩-ઈ.૭૩૫૦ વાળુ પાર્ક કરેલ હતુ તે જગ્યાએથી કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી લઈ જતા ઉપરોક્ત નંબરથી ગુન્હો દાખલ થયેલ હોય સદર ગુન્હા શોધી કાઢવા સર્વેલન્સ સ્ટાફના માણસો પ્રયત્નશીલ હતા દરમ્યાન સ્ટાફ ને બાતમી મળી હતી કે  ઉપરોક્ત ગુન્હાના કામે ચોરી થયેલ મો.સા સાથે એક ઈસમ રામેશ્વરનગર પાંચ બંગલા પાસે આટા ફેરા કરે છે જે હકીકત આધારે સ્ટાફના માણસો પાંચ બંગલા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ વોચમા ગોઠવાયા હતા. અને  મો.સા સાથે એક ઈસમ નીકળતા તેને રોકી મો.સા ચાલકની પુછપરછ કરતા મજકુર ઈસમ કા.સ.કી હોય જેની પાસે રહેલ મો.સા. પંદરેક દીવસ પહેલા જામનગર ડેન્ટલ કોલેજ પાસે પાર્ક કરેલ હતી ત્યાથી ચોરી કરેલ હોવાનુ જણાવતા  રૂ.૨૫,૦૦૦  ની કીમત નું  બાઇક  કબ્જે કરેલ છે. તેમજ આરોપી  કા.સ.કી.ને સ્થળ પર તેના વાલીની હાજરીમા નોટીસ આપેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application