ગારીયાધાર ડેપોથી રાજકોટ રૂટની એસ.ટી.બસના ડ્રાઈવર અને કંડકટરે પ્રેરક પ્રમાણિકતા દાખવી હતી.ગારીયાધાર થી રાજકોટ જતી બસમાં બાબરા થી બેસેલા મુસાફર રાજકોટ સુધીની મુસાફરી દરમિયાન દંપત્તિ બન્ને પોતાના મોબાઈલ બસમાં ભુલી જતાં જે મોબાઈલ કંડકટર રાહુલભાઈ ખુમાણને મળતા તેમણે તેમની સાથે ફરજ પરના ડ્રાઇવર જયેશભાઈ કુવાડિયાને બસમાંથી બે મોબાઇલ મળ્યાની જાણ કરતા બન્ને દ્વારા મૂળ માલિકને પરત આપવાનું નક્કી કરેલ અને પેસેન્જર જાલાભાઈ નો સંપર્ક કરી રાજકોટ સેન્ટ્રલ બસ ડેપો ખાતે બોલાવી બન્ને મોબાઈલ મુળ માલીકને પરત આપેલ આ તકે રાજકોટ સેન્ટ્રલ બસ ડેપોના એ.ટી.આઈ.કિશોરસિંહ પરમાર કંડકટર રાહુલભાઈ ખુમાણ અને ડ્રાઇવર જયેશભાઈ કુવાડિયાનો પેસેન્જર જાલાભાઈ દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો. મોબાઈલ પરત આપી માનવતાનું ઉત્તમ ઉદારણ પુરુ પાડી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભાવનગર ડિવિઝન અને ગારીયાધાર ડેપોની પ્રતિષ્ઠામાં વધારો કરેલ,પ્રેરક પ્રમાણિકતા દાખવવા બદલ રાહુલભાઈ ખુમાણ અને ડ્રાઇવર જયેશભાઈ કુવાડિયાને એસ.ટી.સ્ટાફ સહિતના દ્વારા અભિનંદન પાઠવાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationGST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, માર્ચ મહિનામાં જ અધધ... આટલા લાખ કરોડની આવક થઈ
April 02, 2025 09:53 AMડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech