પતિના અફેરનું કહેતા સાસુએ પુત્રવધૂને કહ્યું, તેને તો બીજી 10 છે હજુ વધુ કરશે

  • November 09, 2023 02:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હાલ રાજકોટમાં દેવપરા વિસ્તારમાં માવતરના ઘરે રહેતી પરિણીતાએ વડોદરામાં રહેતા અને અહીં શોરૂમ ધરાવનાર પતિ સહિતના સાસરીયાઓ સામે શારીરિક-માનસિક ત્રાસ અંગેની ફરિયાદ નોંધાવી છે.રાજકોટમાં કોઠારીયા મેઇન રોડ પર ગાંધી સોસાયટી શેરી નંબર 1 દેવપરામાં છેલ્લા દોઢ વર્ષથી માવતરના ઘરે રિસામણે આવેલી પરિણીતા કવલબેન (ઉ.વ 27) દ્વારા મહિલા પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે વડોદરામાં રહેતા પતિ મોઈન અજમેરી, સાસુ ખેરૂનબેન, દિયર અમન અને નણંદ સાનિયાના નામ આપ્યા છે.


પરિણીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણીના લગ્ન ગત તા.20/ 1/ 2018 ના મોઇન સાથે થયા હતા આ લગ્નજીવન થકી સંતાનમાં ચાર વર્ષનો પુત્ર અબીર છે જે હાલ તેની સાથે રહે છે. લગ્નના ત્રણેક માસ સારી રીતે રાખ્યા બાદ સાસુ, નણંદ, દિયર પતિને ચઢામણી કરી તું કરિયાવરમાં કોઈ મોટી વસ્તુ લાવી નથી સહિતની બાબતોએ ત્રાસ આપવા લાગ્યા હતા. નણંદ નજીકમાં જ રહેતા હોય અવારનવાર ઘરે આવી નાની મોટી વાતમાં દખલગીરી કરી ત્રાસ આપતા હતા.પરિણીતા તેની માતા સાથે વાત કરે તો દિયર અને નણંદ ફોનમાં રેકોર્ડિંગ કરી લેતા હતા.


પરિણીતાને પ્રેગ્નન્સી રહેતા આ સમયે પણ સાસરિયાંઓ કોઈ ધ્યાન આપ્યું ન હતું અને તેને ઘરે એકલી મૂકી બહારથી ઘર બંધ કરી જતા રહેતા હતા પરિણીતાના પતિને ફર્નિચર અને કપડાનો શોરૂમ હોય તે રાતે મોડો આવતો અને કંઈ પૂછે તો ગુસ્સે થઈ હાથ ઉપાડતો હતો. પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોય તે અલગ રૂમમાં જઈ ફોનમાં વાતો કરતો હતો પરિણીતા એક દિવસ ફોન કરવા માટે પતિનો ફોન લેતા તેના અફેરની જાણ થઈ હતી ત્યારબાદ આ બાબતે સાસુને કહેતા સાસુએ કહ્યું હતું કે,તેને તો બીજી 10 છે અને હજુ પણ વધારે કરશે તારે રહેવું હોય તો રહે. આમ સાસુએ પણ પતિને સમજાવવાના બદલે તેને સપોર્ટ કર્યો હતો પરિણીતાને સારા પ્રસૂતા માટે માવતર લઈ જવા માવતરિયાએ ફોન કરતા સાસુએ ના કહી હતી દરમિયાન પરિણીતાને પ્રસૂતાનો દુ:ખાવો ઉપડતા તે સમયે ઘરે કોઈ ન હોય અને તેની પાસે ફોન પણ ન હોય દરમિયાન શો-રૂમનો કારીગર ઘરે આવતા તેને વાત કયર્િ બાદ તેમને દવાખાને લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ પરિણીતાને સાસરીયાઓ તેડી ગયા હતા અને બે વર્ષ માવતરના ઘરે રહી હતી આ દરમિયાન સાસરીયાએ તેની કે તેના દીકરાના કોઈ ખબર અંતર પૂછ્યા ન હતા.

બાદમાં સમાધાન થતાં તે પરત સાસરીયે ગઈ હતી. જો કે આ સમયે પતિએ શરત રાખી હતી કે, ફોન વાપરવા માટે નહીં આપે અને પતિના ફોનમાંથી જ વાત કરવાની અને તે પણ ઓછી વાત કરવાની તેમ છતાં પતિમાં સુધારો થઈ જશે તેવી આશાએ પરિણીતા પરત ગઈ હતી. પરંતુ પતિ અલગ રૂમમાં સુવા જતો હતો અને અફેર પણ ચાલુ રાખ્યું હતું અને દીકરાની પણ કોઈ પરવાહ કરતો નહીં પરણિતાને કામવાળીની જેમ ઘરે રાખતો હતો આ દરમિયાન એક વખત પુત્રની તબિયત બગડતા આ બાબતે પતિને કહેતા તેણે કહ્યું હતું કે, મારી પાસે ટાઈમ નથી. શો- રૂમના કારીગરોના ટિફિન બનાવવાની બાબતમાં પરિણીતા સાથે ઝઘડો કરતા તેણીએ તેના માતા પિતા અને માસીજીને બોલાવ્યા હતા. આ સમયે પણ ઝઘડો થયો હતો અને બાદમાં પરિણીતા છેલ્લા દોઢેક વર્ષથી માવતરના ઘરે રિસામણે છે આ દરમિયાન સાસરિયાઓએ પરત તેડી જવાની કે સમાધાન કરવાની દરકાર ન લેતા અંતે તેણે આ ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application