સેક્સ સૌથી પવિત્ર અને મહત્વપૂર્ણ પાસું તે સ્ટેન્ડ-અપ કોમેડી માટેનો વિષય નથી

  • October 22, 2024 12:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક્ટર અન્નૂ કપૂરે કરેલી કોન્ડોમની એડ પર અમુક લોકોએ ટ્રોલ કરતા આપ્યો જડબાતોડ જવાબ
એક્ટર અન્નૂ કપૂરે તાજેતરમાં એક કોન્ડોમની એડ કરી છે જેના પર ટીકાકારોએ સવાલોનો મારો ચલાવતા અભિનેતા ગિન્નાયા હતા અને જડબાતોડ જવાબ આપ્યો હતો કે આપણે પણ માતા પિતાના સેક્સનું જ પરિણામ છીએ. સેક્સ એ માનવ જીવનનું અત્યંત મહત્વનું પાસું છે. તે ખુબ પવિત્ર છે અને મહત્વપૂર્ણ પણ. તે કોઈ સ્ટેન્ડ-અપ કોમેડીનો વિષય નથી.
બોલીવુડના 70 વર્ષીય એક્ટર અન્નૂ કપુર સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે. અન્નૂ કપુર તાજેતરમાં ડ્યૂરેક્સના કોન્ડોમની એડ કરી હતી જે પછી તેમને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરાયા અને મિમ્સ પર ફરતા થયા હતા. લોકો અન્નૂ કપુરની કોન્ડોમ એડની ખૂબ ટીકા કરી. ટીકાકારોને જવાબ આપતાં અન્નૂ કપુરે કહ્યું કે આપણે બધા આપણા માતાપિતાના સેક્સનું જ પરિણામ છીએ. સેક્સ એ માનવ જીવનનું સૌથી પવિત્ર અને મહત્વપૂર્ણ પાસું છે. આને સ્ટેન્ડ-અપ કોમેડી માટેના વિષયની જેમ ન લેવો જોઈએ. સેક્સ ભગવાને આપેલા અનોખા આશીર્વાદોમાનો એક છે, તેથી આ વિષયને હળવાશથી કે મજાકથી ન લેતાં ગંભીરતાથી લેવો જોઈએ.
અન્નુ કપૂરે કહ્યું, 'હું યુવાનોને લેક્ચર નથી આપતો. હું તેમને પ્રેરક ભાષણ કે જ્ઞાન આપનાર વ્યક્તિ નથી. સેક્સ અથવા હિંસા સંબંધિત કોઈપણ વસ્તુ લોકોને આકર્ષે છે. અન્નુએ કહ્યું, 'આ વૃદ્ધ વ્યક્તિ યુવાનોને સાવચેતી રાખવાનું કહી રહ્યો છે. કેટલાક મારા પૌત્રોની ઉંમરના હોઈ શકે છે. 70 વર્ષની ઉંમરે હું બીજું શું કરી શકું? હું ફક્ત અપીલ કરું છું કે તમે સેક્સ કરતી વખતે સાવચેત રહો.
ઉલ્લેખનીય છે કે અન્નૂ કપુરે તાજેતરમાં ડ્યુરેક્સના કોન્ડોમની એડ કરી હતી જેમાં યુવાનો સેફ સેક્સ માટે કોન્ડોમની વકાલત કરી રહ્યાં છે. જોકે લોકોએ તેમને સોશિયલ મીડિયામાં ટ્રોલ કર્યાં હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application