જામનગરમાં જુન મહીનો મેલેરીયા વિરોધી માસ તરીકે ઉજવાશે

  • June 02, 2021 10:48 AM 

પાણી ભરેલા વાસણો ઢાંકી રાખવા અને નિયમીત ટાંકા સાફ કરવા કોર્પોરેશનનો અનુરોધ

જામનગર શહેરમાં ચોમાસુ નજીકમાં છે ત્યારે મચ્છરની ઉત્પતીમાં વધારો થવાની શકયતા છે, જુન મહીનો મહાપાલીકા મેલેરીયા વિરોધી માસ તરીકે ઉજવણી કરશે અને લોકોને પણ સચેત રહેવા જણાવાયું છે.

મ્યુ. કમિશ્ર્નર સતિષ પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય શાખાના ડો. ઋતુજા, ડો. દિલીપ પંચાલ સહિતના આરોગ્ય સ્ટાફના લોકો કામગીરી કરી રહયા છે, આગામી દિવસોમાં મચ્છરની ઉત્પતીમાં વધારો થવાની શકયતા છે, મચ્છરજન્ય રોગો ડેન્ગ્યુ, મેલેરીયા, ચિકનગુનીયાના કેસો પણ વધવાની શકયતા હોય, ઘરના ચોખ્ખા અને સ્થીર પાણીમાં પોરા જોવા મળે તો તેનો નાશ કરવો અને તકેદારી રાખવી.

મહાપાલીકાની યાદીમાં જણાવ્યા અનુસાર પાણી ભરેલા તમામ વાસણો હવાચુસ્ત ઢાંકણાથી ઢાંકી રાખવા, પાણીની ટાંકીઓ, ફુલદાની, પક્ષી કુંજ, કુલર, ફ્રીજની ટ્રે વગેરે અઠવાડીયામાં બે વખત સાફ કરવી, પાણીના નાના ખાબાચીયાના પાણીમાં માટી ભરી દો, ચોમાસામાં નકામા ટાયરો, ખાલી વાસણો કે ધાબા પરના ડબ્બા અને ભંગારનો નિકાલ કરવો. મચ્છરના કરડવાથી બચવા માટે દિવસે અને રાત્રે મચ્છરદાનીનો ઉપયોગ કરવો, આખી બાંયના કપડા પહેરવા અને મચ્છર ભગાડવાની કોયલ અને ક્રીમનો ઉપયોગ કરવો દર રવિવારે સવારે 10 મિનીટનો સભય કાઢીને તમામ ભરેલા પાત્રોની ચકાસણી કરવી, કોરોનાથી બચવા માટે માસ્ક પહેરવું જરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)