જૂનાગઢમાં વેપારીના ગુમ થયેલ ૨.૫૦ લાખની રોકડ પોલીસે ગણતરીની મિનિટમાં શોધી આપી

  • March 12, 2024 12:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં પંચહાટડી ચોક હવેલી ગલી વિસ્તારમાં આવેલ જમનેસ કટલેરી સ્ટોરના જમનેેશભાઈ ઠકરાર તેની દુકાને પ્લાસ્ટિકની થેલીમાં ૨.૫૦ લાખની રોકડ ભરેલી થેલી કાઉન્ટર પર રાખી ગ્રાહકોને સમજાવવામાં વ્યસ્ત રહ્યા હતા અને ત્યારબાદ થેલી દુકાને જ રાખી ઘરે ચાલ્યા ગયા હતા પરત આવતા દુકાને આવેલ એક ગ્રાહકે ૨.૫૦ લાખની રકમ ભરેલી થેલી લઈ ગયેલ હોવાનું ધ્યાને આવતા વેપારીએ તાત્કાલિક એ ડિવિઝન માં જાણ કરતા એ ડિવિઝન પી.આઈ સાવજ, ગુન્હા નિવારણ શાખાના પીએસઆઇ સીદી સહિતની ટીમે ક્લોથ એન્ડ મર્ચન્ટ એસોસિએશન દ્વારા વિસ્તારમાં લગાવેલ સીસીટીવી કેમેરા તથા નેત્રમ શાખાની મદદથી સીસીટીવી ફૂટેજ ચેક કરતા દુકાને આવેલ ગ્રાહકે રોકડ રકમ ભરેલી થેલી લઈ ગયેલ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તેને તાત્કાલિક શોધી વેપારીને ગણતરીની કલાકોમાં જ ૨.૫૦ લાખની રકમ પરત કરી હતી. સમગ્ર મામલે માંગનાથ રોડ ક્લોથ એન્ડ મર્ચન્ટ એસોસિએશન દ્વારા વિવિધ વિસ્તારોમાં લગાવેલ સીસીટીવી કેમેરા પણ ગુમ થયેલ વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે. એસોસિએશનના પ્રમુખ ભુપેન્દ્રભાઈ તન્ના દ્વારા જ સમગ્ર વિસ્તારમાં લગાવેલ કેમેરાનું રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ પણ કરે છે અને અત્યાર સુધીમાં અસંખ્ય ગુમ થયેલ લોકોની ચીજો પરત અપાવવામાં સીસીટીવી કેમેરા એ મહત્વની ભૂમિકા ભજવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application