11 કિલો ગાંજો ધંધાર્થી સુધી પહોંચાડે એ પૂર્વે સગીર કેરિયરને ઝડપી લેવાયા

  • February 15, 2024 03:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના જંગલેશ્ર્વરમાંથી 11 કિલો ગાંજાનો જથ્થો ટૂ વ્હીલર પર લઈને નીકળેલા સગીર શખસને ભક્તિનગર પોલીસે ઝડપી પાડયો છે. આરોપી કેરિયર હતો તેને એક શખસે થેલો લેવા સૂચના આપી હતી. બીજા શખસે થેલો આપ્યો અને ગાંજો ભરેલો એ થેલો ધંધાર્થી સુધી પહોંચે એ પહેલા સગીરને ઝડપી લઈ 1.10 લાખનો ગાંજો, ટુ વ્હીલર, મોબાઈલ તથા રોકડ મળી 1,70,100ના મુદામાલ સાથે સગીરની ધરપકડ કરાઈ હતી. ત્રિપુટી પણ જંગલેશ્ર્વર વિસ્તારની જ હોવાથી સકંજામાં લેવા તજવીજ હાથ ધરાઈ છે.?

જંગલેશ્ર્વર શેરી નં.9 પાસે એક ઈસમ ગાંજાનો જથ્થો લઈને ઉભો હોવાની ભક્તિનગરના અરવિંદ ફતેપરા તથા કરણ કોઠીવારને માહિતી મળી હતી જે આધારે પીઆઈ એમ.એમ.સરવૈયા તથા ટીમે વોચ ગોઠવી હતી. બાતમી મુજબ જીજે03એમએફ 8604 નંબરના એકસેસ પર આવેલા સગીર વયના શખસને સકંજામાં લઈને તેની પાસે રહેલા થેલાની તલાસી લેતાં અંદર બાચકુ હતુ જેમાં 11 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસ સમક્ષ સગીર શખસે એવી કેફિયત આપી હતી કે તેને જંગલેશ્ર્વર શેરી નં.5માં રહેતા દાનીશ ઉર્ફે ભગો હનિફ માજોઠીએ ફોન કરીને કહ્યું હતું કે, શેરી નં.9 પાસે એક ભૈયા જેવો હિન્દીભાષી માણસ ઉભો છે તે તને એક થેલો આપશે તે લઈ લે. સગીર સૂચના મુજબ પહોંચ્યો હતો ત્યાં 20થી 25ની વયનો હિન્દીભાષી શખસ હતો. સગીરે તેની પાસેથી થેલો લીધો હતો અને દાનીશ સાથે વાત કઢાવી હતી.
ગાંજાના જથ્થા સાથેનો થેલો હાથ આવી જતાં દાનીશે સગીર શખસને આ થેલો જંગલેશ્ર્વરમાં જ શેરી નં.9માં રહેતા હબીબ હાનભાઈ ખીયાણીને પહોંચાડી દેવા કહ્યું હતું. આરોપીની કેફિયત આધારે ભક્તિનગર પોલીસે દાનીશ, હબીબ તથા અજાણ્યા હિન્દીભાષી શખસ સામે પણ એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો. સપ્લાયર તથા ખરીદદાર ત્રિપુટીને સકંજામાં લેવા પોલીસે તજવીજ શ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application