નલિયા,ગાંધીનગર અને વલસાડમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચે સરકી ગયુ

  • October 31, 2023 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ સહિત રાજ્યભરમાં ધીમે ધીમે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. નલિયા,ગાંધીનગર અને વલસાડમાં લઘુતમ તાપમાનનો પારો 20 ડિગ્રી નીચે સરખી ગયો છે. જે ચાલુ સિઝનમાં પ્રથમ વખત સૌથી નીચું તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં 19.4,વલસાડમાં 18 અને નલિયામાં 19.5 ડિગ્રી લઘુતમ તાપમાન આજે નોંધાયું છે.
રાજ્યના અન્ય શહેરોની વાત કરીએ તો મોટાભાગના શહેરોમાં લઘુતમ તાપમાન નો પારો અડધોથી એક ડિગ્રી જેટલો નીચે ઉતર્યો છે. કેશોદ માં 20.5 દીવમાં 20.6 ડીસામાં 20.8 વડોદરામાં 20.4 અને કંડલામાં 20.4 ડિગ્રી આજે લઘુતમ તાપમાન નોંધાયું છે. રાજકોટમાં 21.6 પોરબંદરમાં 20 અમદાવાદમાં 20.5 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.
હવામાન ખાતાના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ ગયા સપ્તાહે મહત્તમ તાપમાનનો પારો 39 ડિગ્રીને પાર કરી ગયા બાદ હવે તેમાં પણ ધીમો ઘટાડો આવી રહ્યો છે અને આજે સમગ્ર રાજ્યમાં સરેરાશ મહત્તમ તાપમાન 35 થી 37 ડિગ્રી વચ્ચે રહેવા પામ્યું છે.વાતાવરણમાં ભેજનું પ્રમાણ મોડી સાંજથી ઓછું થઈ જાય છે અને સૂકા પવનોના કારણે રાત્રિનું તાપમાન પણ ઓછું થઈ રહ્યું છે. રાજકોટ સહિત રાજ્યભરમાં સરેરાશ 65 થી 75% ભેજ નોંધાયો છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસર ના કારણે જમ્મુ કશ્મીર હિમાચલ પ્રદેશ સહિતના વિસ્તારોમાં બરફ વષર્િ થઈ રહી છે અને તેના કારણે પણ સવારે શિયાળાની ઋતુ જાણે નજીકમાં હોય તેવો અહેસાસ કરાવતું વાતાવરણ લોકો અનુભવી રહ્યા છે.
 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application