સાવરકુંડલાના વીજપડી ગામે રમજાન મહિનામાં મસ્જિદનો ફાળો ઓછો લખાવે છે કહી આધેડ ઉપર પૂર્વ મુસ્લિમ સમાજના પ્રમુખએ ઢીકાપાટુ અને લાકડી મારમારતા આધેડને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઝપાઝપી દરમિયાન આધેડનો મોબાઈલ પડી જતા ખોવાયો હતો. બનાવ અંગે આધેડે પૂર્વ મુસ્લિમ સમાજના પ્રમુખ આદમ અલારખભાઇ પાયક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે.
વિજપડીગામે રહેતા સલીમશા ભીખુશા ઠેબા (ઉ.વ.૪૫) નામના આધેડ ગત તા.15ના બસ સ્ટેન્ડ પાસે ઉભા હતા ત્યારે આદમ પાયકએ બોલાવીને કહ્યું હતું કે, તમે રમજાન મહિનામાં મસ્જિદનો ફાળો બહુ ઓછો લખાવો છો, આથી સલીમશાએ કહ્યું હતું કે, હું પહોંચી શકું તેટલો ફાળો આપું આથી આદમ પાયક ઉશ્કેરાયો હતો અને બોલાચાલી કરી ગાળો આપી ઢીકાપાટુનો મારમારી ત્યાં નજીક પડેલી પ્લાસ્ટિકની લાકડી માથામાં મારતા ઇજા થઇ હતી. આ વખતે મારા આધેડના મિત્ર હનીફભાઈ મહેમદભાઈ જોગિયાણી વચ્ચે પડતા વધુ મારમારથી બચાવ્યા હતા. ઝપાઝપી દરમિયાન આધેડના ખિસ્સામાંથી રૂ.૫૦૦૦નો મોબાઇલ ફોન ક્યાંક પડી ગયો હતો. ઇજા થતા સાવરકુંડલા સારવાર લીધી હતી,
જયારે વળતી ફરિયાદમાં વીજપડી ગામે રહેતા અને ગેરેજ ધરાવતા આદમભાઈ અલારખાભાઈ પાયક (ઉ.વ.45)નામના આધેડએ વળતી ફરિયાદમાં સલીમશા ભીખુશા ઠેબા, તેના પત્નિ અને ઇબ્રાહીમભાઇ ઉર્ફે ઇભો સાલેભાઇના નામ આપ્યા છે, ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઈકાલે હું બસ સ્ટેન્ડ પાસે સોડા પીવા ઉભો હતો ત્યારે સલીમશા મને કહેવા લાગ્યો હતો કે, તમે મુસ્લિમ સમાજના પ્રમુખ પદેથી રાજીનામુ આપો છો ? આથી મેં હા કહ્યું હતું કે, એક મહીં પછી રાજીનામુ આપું છું, આથી સલીમશાએ કહ્યું કે કેમ રાજીનામુ આપો છો, આથી મેં કહ્યું કે મારી મરજીથી આપું છું, સાંભળી સલીમશા ઉભો થઇ મને ધમકાવા લાગ્યો હતો અને તું ખોટો વ્હેમમાં ના રહેતો કહી ગાળો આપી દાઢી પકડી મારમારવા લાગ્યો હતો. ત્યાં ઈબ્રાહીમશા ઉર્ફે ઈભો પણ ત્યાં આવી ઢીકાપાટુનો મારમાર્યો હતો. આ બનાવનું કારણ એ હતું કે,
ગત વર્ષે રમજાન મહિનામાં સલીમશાએ વીજપડી ગામે મુસ્લિમ સમાજમાં દાવત રાખી હતી. જેમાં જમવાનું આમંત્રણ આપતા ત્યારે હું મુસ્લિમ સમાજનો પ્રમુખ હતો આથી હું અને અમારા માણસો ગયા જમવા માટે ગયા હતા. ત્યાં કોઈ જમવા બેસતું ન હતું આથી મેં મારા માણસોને કહ્યું હતું કે, આપણે જમી લઈએ આ વાતનું મનદુઃખ રાખી સલીમશા, ઈબ્રાહીમશાએ મારી સાથે બોલાચાલી કરી ઢીકાપાટુનો મારમાર્યો હતો. અને સલીમશાની પત્ની ઘર પાસે આવી પાઇપ લઇ બજારમાં ગાળો આપી હતી. પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે મહિલા સહીત ચાર સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech