ભાણવડમાં વૃક્ષારોપણ દ્રારા પ્રકૃતિના જતનનો સંદેશ

  • June 17, 2021 10:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ડોક્ટર પરિવારે હોસ્પીટલના સ્ટાફ સાથે વૃક્ષારોપણ કર્યું

હાલના સંજોગોમાં માનવ જીવન માટે શુધ્ધ હવા અને ઓક્સીજનનું કેટલુ મહત્વ છે તે કોરોના જેવી મહામારીએ પ્રતિત કરાવી દીધેલ છે અને શુધ્ધ હવા અને ઓક્સીજન માટે વૃક્ષોનું કેટલુ મહત્વ છે એ પણ હવે માનવીએ સમજવાની જરૂર છે ત્યારે આવા જ શુભ આશય સાથે ભાણવડના એક ડોકટર પરિવારે ગત રવિવારના રોજ વૃક્ષારોપણ કરી પ્રકૃતિના જતનનો સંદેશ આપ્યો હતો.

ભાણવડના જાણીતા ડોકટર પરિવાર નાણાવટી પરિવ રે ગત રવિવારના રોજ અહીની શહેર મધ્યે આવેલી ફલકુ નદીના કાઠે તાલુકાશાળા નં.2 નજીક વૃશ્ષારોપણનું આયોજ ન કરેલ હતુ, ડો.હિરેન નાણાવટી અને તેમના પરિવારે હોસ્પીટલના સ્ટાફની મદદથી દસ વૃશોનુ વાવેતર કરી તેના જતન-ઉછેરની જવાબદારી ઉઠાવી હતી આ તકે માનવ સમાજ માટે વૃક્ષોનુ કેટલુ મુલ્ય છે એ આ કોરોના જેવી વૈષ્વિક મહામારીના સમયે લોકોને ભાન થઈ ગયુ છે અને આ ડોકટર પરિવારે વૃક્ષારોપણ થકી સમાજને અને અજના માનવને વૃક્ષોનું વાવેતર કરી તેનું એક પરિવારના સદસ્યની જેમ જતન કરવાનો સંદેશ પાઠવેલ છે.ખાસ કરીને આજના યુવાધન ને વૃશ્નોના મહત્વ અંગે સંદેશો આપ્યો છે.ડોકટર પરિવાર દ્રારા ઉમરોના ત્રણ, જાંબુના ત્રણ, રાવણાના ત્રણ અને એક ગુલમહોરના વૃક્ષનું વાવેતર કરેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)