રાજકોટ શહેરમાં સાયબર ફોડના બનાવવામાં સતત વધારો થઈ રહ્યો છે. સાયબર ફ્રોડ આચરનાર શખસો અવનવા કીમિયા અજમાવી લોકોની સાથે છેતરપિંડી કરી રહ્યા છે. સાયબર ફ્રોડથી બચવા માટે પોલીસ દ્વારા વખતો વખત જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. પરંતુ તેમ છતાં લોકો આ બાબતને ગંભીરતાથી લેતા નથી અને તેના પરિણામ સ્વરૂપ ક્યારેક ગંભીર પરિણામોનો સામનો કરવો પડે છે. ત્યારે શહેરમાં વધુ એક સાયબર ફ્રોડનું બનાવ સામે આવ્યો છે. મેડિકલ સાધનનો વેપાર કરતા યુવાનના મોબાઈલમાં ઓટો મોડ ઓન હોય દરમિયાન એપીકે ફાઇલ ડાઉનલોડ થતા એકાઉન્ટમાંથી રૂ.૪.૫૬ લાખ ઉપડી ગયા હતાં. જે અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ૧૫૦ ફૂટ રીંગરોડ પર ગોવર્ધન ચોકની બાજુમાં સ્કાય હાઈટ્સમાં રહેતાં તીર્થ ગીરીશભાઈ દેસાઈ (ઉવ.૨૮) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, હાલ તે મેડીકલ (સર્કલ) ને લગત વસ્તુનો વેપાર કરે છે. ગઈ તા.૦૨/૦૨ ના તેમના બેંક ખાતામાથી મ્યુચલ ફંડનો હમો કપાવાનો મેસેજ આવેલ હતો. જેમા બેંક ખાતામા બેલેંસ ચેક કરતા તેમા બેલેંસ ઓછુ જણાઈ આવેલ જેથી બેંક બ્રાંચ ખાતે રૂબરૂ જઈ તપાસ કરતા બેંક ખાતામાંથી અલગ અલગ ટ્રાંજેક્શન વડે તેમની જાણ બહાર રૂપીયા ઉપડી ગયેલ હતા. જેથી બેંકની બ્રાચ ખાતે તેમજ સાયબર પોલીસ મથકે આવી તેની સાથે થયેલ બનાવ બાબતની જાણ કરેલ હતી. જેથી પોલીસ મથકેથી જાણવા મળેલ કે, તેના મિત્ર ભરતભાઈના વોટ્સએપ પરથી વોટ્સએપ નંબર પર રોજ આરટીઓ ઈ ચલાન એપીકે નામની એપ્લીકેશન આવેલ હતી. તેમના ફોનમાં મિડીયા/ફાઈલ ઓટો ડાઉનલોડ મોડમા હોવાથી તે ફોનમાં ઇન્સ્ટોલ થઈ ગયેલ અને તા.૦૧/૦૨ ના રોજ કેનેરા બેંકના એકાઉન્ટ પરથી તેમની જાણ બહાર કટકે કટકે કરી .૩,૨૬,૧૪૧૧ અને રૂ. ૧,૨૯,૯૮૫ મળી કુલ રૂ.૪.૫૬, ૧૨૬ બેંક એકાઉન્ટમાંથી ઉપડી ગયેલ હતા. જે અંગે બાદમાં વેપારીએ ફરિયાદ નોંધાવી છે.સાયબર ફ્રોડના બનાવો અટકાવવા માટે લોકોમાં જાગૃતિ કેળવાય તે ખૂબ જરૂરી છે. સાયબર ફ્રોડના આ કિસ્સામાં વેપારી દ્વારા પોતાના મોબાઈલ ફોનમાં ફોટો ડાઉનલોડ ઓન રાખ્યું હોવાથી તેની સાથે છેતરપિંડીનો બનાવ બન્યો હતો ત્યારે જો આવી નાની નાની બાબતોમાં લોકો દ્વારા જાગૃતિ રાખવામાં આવે તો સાયબર ફોડના ઘણા ખરા બનાવો બનતા અટકાવી શકાય છે. પોલીસ દ્વારા આ માટે અવારનવાર લોકોને જાગૃત કરવા માટે પ્રયાસો કરવામાં આવે છે પરંતુ જ્યાં સુધી લોકો સ્વયંભૂ જાગૃત નહીં થાય ત્યાં સુધી સાયબર ક્રાઇમની આવી ઘટનાઓને અટકાવી મુશ્કેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application