સિક્કા ગામની શરમજનક ઘટના, માનસિક બીમાર સગીરાને ૩ શખ્સો જુદા જુદા સમયે અવાવરૂ સ્થળ પર લઇ જતા અને પીંખી નાંખતા, સગીરા ગર્ભવતી થતા ખોલી પોલ

  • July 20, 2021 12:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સગીરાની માનસિક બીમારીનો લાભ ઉઠાવી જુદા જુદા સમયે તમામ શખ્સોએ દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી દીધી: સગીરાનો ગર્ભપાત કરાવવા જતાં મામલો સામે આવ્યો: પોલીસ દ્વારા ત્રણ શખ્સોની અટકાયત કરી લઇ તપાસનો ધમધમાટ શરૂ કરાયો

 

જામનગર તાલુકાના સિક્કા ગામ માં શરમજનક ઘટના સામે આવી છે. માનસિક બીમાર એવી એક સગીરાને સ્થાનિક ત્રણ જેટલા શખ્સોએ જુદા જુદા સમયે પોતાની હવસનો શિકાર બનાવી ગર્ભવતી બનાવી દીધા નો કિસ્સો પ્રકાશમાં આવતાં ભારે ચકચાર જાગી છે. સગીરાનો ગર્ભપાત કરાવવા જતાં સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. પોલીસે પોક્સો તેમજ દુષ્કર્મ ની કલમ હેઠળ ગુનો નોંધી ત્રણ આરોપીઓની અટકાયત કરી છે, અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

 

સિક્કા પંથકમાં ભારે ચકચાર જગાવનાર આ બનાવની વિગત એવી છે મૂળ નાઘેડીની વતની અને હાલ સિક્કામાં રહેવા માટે આવેલી તેમજ માનસિક અસ્થિર એવી ૧૭ વર્ષની એક સગીરા ને સ્થાનિક ત્રણ જેટલા શખ્સોએ જુદા જુદા સમયે પોતાની હવસનો શિકાર બનાવી લીધી હતી. ભોગ બનનાર સગીરાને ૩ શખ્સો જુદા જુદા સમયે અલગ અલગ અવાવરૂ અથવા તો નિર્જન સ્થળ પર લઇ જતા હતા, અને સગીરા પર દુષ્કર્મ ગુજાર્યે રાખ્યું હતું. જેના કારણે તેણી ગર્ભવતી બની ગઈ હતી, અને હાલ તેણીના ઉદરમાં પાંચ માસનો ગર્ભ છે.

 

જે સગીરાને જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયા પછી અપરણિત હોવા છતાં ગર્ભવતી બની ગઇ હોવાથી તેનો ગર્ભપાત કરાવવાની પ્રક્રિયા ચાલી રહી હતી. જેથી મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. અને પોલીસ દ્વારા ગર્ભવતી સગીરાની ઉંડાણપૂર્વકની તપાસ કરાવતાં ત્રણથી વધુ શખ્સોએ એક થી વધુ વખત પોતાની હવસનો શિકાર બનાવી લીધી હોવાનું જણાવ્યું હતું.

 

જેથી પોલીસે સગીરાની ફરિયાદના આધારે સિક્કા ગામ ના અસ્લમ વાઘેર, ફિરોજ વાઘેર તેમજ નવાજ નામના ત્રણ શખ્સો સામે દુષ્કર્મ ગુજારવા અંગે ની કલમ ૩૭૬, ૩૬૩,૩૬૬,ઉપરાંત પોકસો એકટ ની કલમ ૪-૬,તેમજ સગીરા દલિત જ્ઞાતિ ની હોવાથી એસ્ટ્રોસીટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે, અને પોલીસે ત્રણેય શખ્સોને અટકાયતમાં લઇ લીધા છે. જેની વધુ પુછપરછ હાથ ધરવામાં આવી રહી છે. આ દુષ્કર્મ અંગેનો કેસ સામે આવતા ભારે હાહાકાર મચી ગયો છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS