વિશ્વ હિન્દુ પરિષદની કાર્યકારિણીની બેઠક દ્વારકા ખાતે યોજાઈ

  • June 28, 2021 10:48 AM 

સનાતન સેવા મંડળ ખાતે યોજાયેલી બેઠકમાં અનેક મહત્ત્વના મુદ્દે ચર્ચાઓ કરાઈ

વિશ્વ હિન્દુ પરિષદની જિલ્લા કક્ષાની એક બેઠક દ્વારકાના સનાતન સેવા મંડળ ખાતે યોજવામાં આવી હતી. શહેર અને તાલુકાની કાર્યકારિણીની આ બેઠકમાં અનેક નવયુવાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ મહત્વની બેઠક જિલ્લા સંયોજકની અધ્યક્ષમાં યોજવામાં આવી હતી. જેમાં સૌરાષ્ટ્ર પ્રાંતનાં ભુપતભાઈ ગોવાણી સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં હિન્દુ ધર્મના વિચારોને જનજન સુધી પહોંચાડવા તેમજ માતૃશક્તિ અને દુર્ગાવાહિની આયામના  માધ્યમથી જે પ્રવર્તમાન સ્થિતિ આજે પ્રવર્તી રહી છે, તે માટે કેવી રીતે કાર્ય કરી શકાય તેમજ યુવાનોમાં જાગૃતિ લાવવી હિન્દુ ધર્મના હાલ અપૂજ દેવસ્થાનો- મંદિરોમાં વ્યવસ્થિત રીતે પૂજા-આરતી થાય, વિશાળ પ્રમાણમાં ધર્મસભાઓ યોજાય, સત્સંગ થાય અને ધર્માચાર્યો વિશેષ આ બાબતે સૌનું માર્ગદર્શન કરે વિગેરે મહત્વના મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી.

આગામી સમયમાં વિશ્વ હિન્દુ પરિષદએ કેવા કાર્યો લઈ અને સમાજની વચ્ચે જઈને જનજાગૃતિની વાતો હિંદુ ધર્મની વાતો સૌના માનસપટ ઉપર કેવી રીતે ક્યા માધ્યમથી મૂકવી?- એ બાબતની પણ વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી.

આગામી દિવસોમાં લવ જેહાદ જેવી પ્રવૃત્તિઓ, ગૌહત્યા જેવા મુદ્દાઓ અને હિંદુ ધર્મ, સત્તા અને સામ્રાજ્યનો ફેલાવો જન-જન સુધી થાય તે માટે દેવભૂમિ દ્વારકાના શહેર- તાલુકા અને જિલ્લામાં કેટલાય નવા ચહેરાઓની નિયુક્તિ કરવામાં આવી હતી.

આ બેઠકમાં દ્વારકા જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદના પ્રેસ મીડિયા સેલના પ્રમુખ હિતેષભાઇ રાયચુરાનું સન્માન કરવામાં આવ્યુ હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS