રાજકોટ મહાપાલિકાના મેયર નયનાબેન પેઢડિયા તા.૬થી ૧૨ ફેબ્રુઆરી સુધી સાત દિવસ સુધી તેમને મેયર પદના હોદ્દાની એ મળેલી સત્તાવાર ઇનોવા કાર ડ્રાઇવર સાથે લઇ જઇને પતિદેવ તેમજ સખી સહેલીઓ સાથે મહાકુંભ સ્નાન માટે ગયા હતા. દરમિયાન ગત મોડી રાત્રે તેઓ મહાકુંભની ટુર પૂર્ણ કરી રાજકોટ પરત ફર્યા હોવાનું જાણવા મળે છે. મેયરની ઇનોવા કાર અંદાજે કુલ ૩૪૦૦ કિલોમીટર ચાલી છે અને પ્રતિ કિમી દીઠ .૧૦ તેમજ અન્ય આનુસંગિક ખર્ચ સહિત કુલ .૩૪,૭૦૦નું વાહન ભાડા બિલ તેમને ફટકારવા માટે તજવીજ હાથ ધરાઇ હોવાનું મ્યુનિ.સુત્રોએ જણાવ્યું હતું.
રાજકોટ મહાપાલિકાની પાકિગ પ્લેસમાં આજે સવારે મેયરની કાર તેના નિયત સ્થળે જોવા મળી ન હતી તેમજ મેયર પણ કચેરીમાં આવ્યા ન હતા. દરમિયાન મેયર ચેમ્બરમાં કાર્યરત તેમના પર્સનલ સેક્રેટરી કમ મેનેજર વિપુલભાઇ ઘોણીયાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે મેયર મોડી રાત્રે રાજકોટ આવી પહોંચ્યા છે પરંતુ હજુ સુધી કચેરીમાં આવ્યા નથી.
યારે પદાધિકારીઓ અને અધિકારીઓની વીઆઇપી વાહન વ્યવસ્થા સંભાળતા રાજકોટ મહાપાલિકાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવેનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે મેયરની કાર કચેરીમાં આવી ગઈ છે અને તેની જમા નોંધ થઇ ગઇ છે, કાર કેટલા કિલોમીટર ચાલી ? તેવા પ્રશ્નના પ્રત્યુત્તરમાં તેમણે જણાવ્યું હતું કે એકઝેટ આકં મને યાદ રહ્યો નથી પરંતુ અંદાજે ૩૪૦૦ કિલોમીટર ચાલી છે અને તે પેટે પ્રતિ કિલોમીટર દીઠ .૧૦ લેખે કુલ .૩૪૬૮૦ના બિલની બજવણી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
રાજકોટ મહાપાલિકાના અન્ય તમામ પદાધિકારીઓ હાલ જૂનાગઢ મહાપાલિકાની ચૂંટણીના પ્રચારમાં છે ત્યારે આજે મહાપાલિકા કચેરીમાં રાજકીય પાંખની તમામ ચેમ્બર ખાલીખમ જોવા મળી હતી. હવે મેયર કચેરીમાં આવે કે તુરતં જ બિલની બજવણી કરાશે તેમ જાણવા મળે છે
કાર્યકારી મેયર તરીકે ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહના આદેશથી બજેટ બોર્ડનો એજન્ડા પ્રસિધ્ધ થયો
રાજકોટ મહાપાલિકામાં આગામી તા.૧૯ને બુધવારે બજેટ મંજુર કરવા બોર્ડ મિટિંગ મળનારી છે. દરમિયાન મેયર મહાકુંભમાં સ્નાન કરવા માટે સાત દિવસની યાત્રાએ ગયા હોય તેમની ગેરહાજરીમાં ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ (ટીકુભા) જાડેજાએ કાર્યકારી મેયર તરીકે આદેશ કરતા એજન્ડા પ્રસિધ્ધ થયો હતો. આવું જવલ્લે જ બનતું હોય છે. સ્ટેન્ડિંગ કમિટીમાં બજેટ મંજુર થયા બાદ નિર્ધારિત સમયમાં જનરલ બોર્ડ મિટિંગ યોજવાની હોય છે અને મિટિંગના આઠ દિવસ પૂર્વે એજન્ડા પ્રસિધ્ધ કરવાનો હોય છે પરંતુ મેયરને આ બાબતની ગંભીરતા કદાચ સમજાય ન હોય કે ગમે તે બન્યું તેમની ગેરહાજરીમાં અન્ય પદાધિકારીઓએ તાબડતોબ કાર્યવાહી કરવી પડી હતી.
બજેટ બોર્ડ મિટિંગમાં હવે વિપક્ષ મેયરના મહાકુંભ પ્રવાસનો મુદ્દો ચગાવવાના મૂડમાં
સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકરએ કરબોજ ફગાવી દઈને ફકત સાકાર થઈ શકે તેવી યોજનાઓ સાથેનું બજેટ મંજુર કયુ હોય તેમજ વિપક્ષી નેતાની ગ્રાન્ટ વધારી આપી હોય અને વિપક્ષના વોર્ડમાં પણ અઢળક વિકાસકામો મંજુર કર્યા હોય વિપક્ષ કોંગ્રેસ પાસે વિરોધ કરવા જેવો કોઈ જ મુદ્દો બાકી રહ્યો ન હોય હવે વિપક્ષ કોંગ્રેસ મેયરએ સત્તાવાર ઇનોવા કારમાં કરેલી મહાકુંભ યાત્રાનો મુદ્દો ચગાવવાના મૂડમાં હોવાનું જાણવા મળે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના હાપા બ્રિજ નીચે આવેલ ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે આગ
April 25, 2025 01:14 PMભારત ICC ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સાથે નહીં જ રમે? આતંકવાદી હુમલા બાદ BCCIએ આઈસીસીને લખ્યો પત્ર
April 25, 2025 12:40 PMજામનગરના રાજવીએ એરપોર્ટની લીધી મુલાકાત
April 25, 2025 12:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech