પવનની ગતિમાં તિવ્ર વધારો: મિશ્ર વાતાવરણ યથાવત
જામનગર શહેર તથા જિલ્લામાં ઠંડી-ગરમી વચ્ચે સંતાકુકડી ચાલી રહી હોય એવો અહેસાસ થઇ રહ્યો છે, સવારે ઠંડી ચડઉતર થાય છે, જયારે બપોરે ગરમી પણ ચડઉતર થઇ રહી છે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન 19 ડીગ્રી, મહત્તમ તાપમાન 32 ડીગ્રી રહ્યું હતું, હવામાં ભેજ 91 ટકા અને પવનની ગતિ 60 થી 70 કિ.મી. પ્રતિકલાક રહી હતી.
હાલારના જનજીવન ઉપર ઠંડીની ભારે અસર થઇ છે. આગામી દિવસોમાં હજુ કાતિલ ઠંડીનો નવો રાઉન્ડ આવશે તેવી હવામાન ખાતાની આગાહી આવી છે ત્યારે લોકોમાં અત્યારથી જ ફફડાટ ફેલાયો છે. લોકોએ એસી, પંખા બંધ કરી દીધા છે અને ઘરમાં પણ તાપણાનો સહારો લીધો છે ત્યારે સતત ત્રણ અઠવાડીયાથી જામનગર સહિત સમગ્ર હાલારમાં ટાઢોડુ યથાવત રહ્યું છે. જેના લીધો જીરાના પાકમાં આગામી દિવસોમાં સારો ફાયદો થશે તેમ ખેતીવાડી નિષ્ણાંતોનું કહેવું છે. જો કે આજે ઠંડીનું પ્રમાણ ગઇકાલ કરતા વઘ્યું છે અને આગામી દિવસોમાં વધુ ઠંડી પડે તેવી શકયતા છે. જો કે હવામાં ભેજ 91 ટકા રહ્યો હતો.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે, જો કે શિયાળુ પાક માટે જોઇએ તેવી ઠંડી પડી નથી, શિયાળુ પાકમાં ચણા, ઘઉં, મગ, મગફળી સહિતના પાકોને હજુ ઠંડી રહે તો થોડોઘણો ફાયદો થાય તેવી શકયતા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુના સાંબામાં ડ્રોન દેખાયા, ભારતે તોડી પાડ્યા, જલંધરમાં પણ દેખાયા ડ્રોન
May 12, 2025 10:34 PMન્યૂક્લિયર બ્લેકમેઇલિંગ નહીં સહન કરે ભારત: વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને આપ્યો કડક સંદેશ
May 12, 2025 09:03 PM'યુદ્ધવિરામ નહીં તો વેપાર નહીં', ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
May 12, 2025 07:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech