રાજકોટના એટલાન્ટિ્સ બિલ્ડિંગની ભીષણ આગે TRP ગેમઝોન અગ્નિકાંડની યાદ અપાવી, 27 લોકો આગમાં હોમાયા હતા, જાણો એ સમયે શું થયું હતું

  • March 14, 2025 04:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા એટલાન્ટિ્સ બિલ્ડિંગના છઠ્ઠા માળે 603 નંબરના ફ્લેટમાં આગ લાગતા વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનામાં 3 લોકોના મોત થયા છે. જ્યારે 5થી 6 લોકો દાઝ્યા છે જેને સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. આ ઘટનાએ રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની યાદ તાજી કરાવી છે. આ અગ્નિકાંડમાં 27 લોકો ભડથું થઈ ગયા હતા. 

બનાવમાં 16 આરોપી સામે ગુનો દાખલ
તા.25 મે, 2024ની સાંજે રાજકોટના નાના મવા રોડ નજીક સયાજી હોટલ પાછળ આવેલ TRP ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડમાં 27 લોકોના મોત થયા હતા, જે અંગે પોલીસે ફરિયાદી બની ફરિયાદ નોંધી હતી. આ બનાવમાં 16 આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 


આ 27 મૃતકોના નામની યાદી

જીજ્ઞેશ કાળુભાઈ ગઢવી (ઉં.વ.34)

સ્મિત મનીષભાઈ વાળા (ઉં.વ.22)

સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા (ઉં.વ.21)

સુનીલ હસમુખભાઈ સિદ્ધપુરા (ઉં.વ.30)

આશાબેન ચંદુભાઈ કાથડ (ઉં.વ.19)

હિમાંશુ દયાળજીભાઈ પરમાર (ઉં.વ.20)

ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ (ઉં.વ.36)

વિશ્વરાજસિંહ જશુભા જાડેજા (ઉં.વ.24)

સુરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા (ઉં.વ.22)

નમ્રદીપસિંહ જયપાલસિંહ જાડેજા (ઉં.વ.19)

જયંત અનિલભાઈ ઘોરેચા (ઉં.વ.45)

ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા (ઉં.વ.12)

વિરેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા (ઉં.વ.40)

દેવાંશી (દેવશ્રી) હિતેન્દ્રસિંહ જાડેજા (ઉં.વ.12)

રાજભા પ્રદીપસિંહ ચૌહાણ (ઉં.વ.15)

નિરવ રસીકભાઈ વેકરીયા (ઉં.વ.20)

શત્રુઘ્નસિંહ શક્તિસિંહ ચુડાસમા (ઉં.વ.25)

વિવેક અશોકભાઈ દુસારા (ઉં.વ.28)

ટીશા અશોકભાઈ મોડાસિયા (ઉં.વ.24)

કલ્પેશ પ્રવીણભાઈ બગડા (ઉં.વ.22)

ખ્યાતિ રતિભાઈ સાવલિયા (ઉં.વ.28)

ખુશાલી વિવેકભાઈ દુસારા (ઉં.વ.24)

હરિતા રતિભાઈ સાવલિયા (ઉં.વ.25)

મિતેશ બાબુભાઈ જાદવ (ઉં.વ.30)

પ્રકાશચંદ કનૈયાલાલ હિરણ (ઉં.વ.45)

મોનુ કેશવ ગૌંડ (ઉં.વ.21)

અક્ષય કિશોરભાઈ ઢોલરીયા (ઉં.વ.28)


ક્યાં આરોપીને પોલીસે ક્યારે કબ્જામાં લીધા
1. ધવલ ભરતભાઇ ઠક્કર (ઉં.વ.36, ધંધો પ્રા.નોકરી તથા વેપાર રહે. ગોકુલ ફ્લેટ, ફ્લેટ નં. 201, અયોધ્યા ચોક, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ, મૂળ રહે. શ્રધ્ધા ડુપ્લેક્ષ, મકાન નં.13, સાંઇબાબા મંદિરની બાજુમાં, બરોડા એકસપ્રેસ હાઇવે, અમરાઇવાડી, અમદાવાદ)ને તા.28/05/2024ના રોજ 10.30 વાગ્યે

2. યુવરાજસિંહ હરિસિંહ સોલંકી (ઉં. વ.30 ધંધો પ્રા.નોકરી તથા ધંધો, રહે. ગોપાલનગર શે.નં. 6, ગોપાલચોરા પાસે, શિવાલય બિલ્ડિંગ, ફ્લેટ નં. 201, ઢેબર રોડ પાસે, રાજકોટ)

3. રાહુલ લલિતભાઈ રાઠોડ (ઉં.વ. 28, ધંધો- વેપાર તથા મેનેજમેન્ટ, રહે. 'પરીશ્રમ' મહાદેવવાડી શે.નં. 6, લોહાણા મહાજન વાડી પાસે, ગોંડલ જિ. રાજકોટ)

4. નીતિનકુમાર મહાવીરપ્રસાદ લોઢા (ઉં.વ. 41, ધંધો પ્રા.નોકરી, રહે. જલારામ પ્લોટ 2, ઉમિયા ચોક, બંધ શેરી, તપસ્વી સ્કૂલની બાજુમાં, યુનિવર્સિટી રોડ, ઇન્દિરા સર્કલ નજીક, રાજકોટ, મૂળ વતન ભીમ ગામ, સદર બજાર મેઇન રોડ, બેંક ઓફ બરોડાની બાજુમાં, સી/ઓ મહાવીરપ્રસાદ સોહનલાલ લોઢા જૈન તા.ભીમ, જી.રાજ સમંદ, રાજસ્થાન) નં.2 તથા 4નાઓને તા.26/05/2024ના કલાક 21.30 વાગ્યે તથા નં.3ને તા.27/05/2024ના કલાક 08.30 વાગ્યે

5.અશોકસિંહ જગદીશસિંહ જાડેજા (ઉં.વ. 62, ધંધો નિવૃત, રહે. પ્રદ્યુમન પાર્ક મકાન નં. 29 શેરી નં. 2, સત્યસાંઇ રોડ કાલાવડ રોડ, રાજકોટ)ને તા.13/06/2024ના કલાક 16.30 વાગ્યે

6. કિરીટસિંહ ઉર્ફે કીર્તિ જગદીશસિંહ જાડેજા (ઉં.વ. 56, ધંધો ખેતી, રહે. નવજોત પાર્ક, શેરી નં. 3, કલરવ બાળકોની હોસ્પિટલ સામેની શેરી, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ)ને તા.28/05/2024ના કલાક 22.30 વાગ્યે

7.મહેશભાઈ અમૃતભાઈ રાઠોડ (ઉં.વ. 60, ધંધો ફેબ્રિકેશન મજૂરી કામ રહે. 202, જલારામ પ્લાઝા (ભાડેથી) 20/7 ભોજરાજપરા, ગોંડલ, જિ. રાજકોટ)ને તા.22/06/2024ના કલાક 20.00 વાગ્યે

8.મનસુખ ધનજીભાઇ સાગઠિયા (ઉં.વ. 55, ધંધો નોકરી, રહે. અલખધણી એપાર્ટમેન્ટ, ફ્લેટ નંબર-501, શિવશક્તિ કોલોની શેરી નં. 4, યુનિવર્સિટી રોડ, રાજકોટ)

9.ગૌતમ દેવશંકરભાઈ જોષી (ઉં.વ. 46 ધંધો નોકરી રહે. 1 વિષ્ણુવિહાર સોસા. રૂડા-2ની બાજુમાં પ્રમ મંદિર રોડ યુનિ. રોડ, રાજકોટ)

10.મુકેશ રામજીભાઇ મકવાણા (ઉં.વ. 43 ધંધો નોકરી રહે. 'કુશલ' દીપવન પાર્ક શે.નં. 1, મહાત્માગાંધી સ્કૂલની બાજુમાં નાનામવા રોડ, નાનામવા ગામ પાસે, રાજકોટ) નં. 8,9,10 વાળાને તા.30/05/2024ના કલાક 20.00 વાગ્યે

11. જયદીપ બાલુભાઈ ચૌધરી (ઉં.વ. 36 ધંધો નોકરી રહે. જીવરાજપાર્ક પ્લોટ નં. 138 અંબિકા ટાઉનશીપ રાજકોટ શહેર, તથા જામનગર, ઓમપાર્ક, ગેટ પાસે કોર્નરનું મકાન, વિરાજભાઈ પટેલના મકાનમાં ભાડેથી મૂળ ગામ ભેસોદલા, તા. બારડોલી જિ. સુરત)

12.રાજેશ નરશીભાઇ મકવાણા (ઉં.વ.40 ધંધો નોકરી રહે. આફ્રિકા કોલોની શેરી નં.5 આશિયાના એપાર્ટમેન્ટ ફર્સ્ટ ફ્લોર, 150 ફૂટ રિંગ રોડ રાજકોટ) નં. 11 તથા 12નાઓને તા.15/06/2024ના કલાક 20.00 વાગ્યે

13. રોહિતભાઈ આસમલભાઇ વિગોરા (ઉં.વ. 29 ધંધો નોકરી રહે. 701, સ્ટાફ ક્વાટર, સાતમો માળ, કાલાવડ રોડ, ફાયર સ્ટેશન, નિર્મળા રોડ, રાજકોટ. મૂળ વતન બી/316, એન.યુ. 4, ડીસી-6 સપનાનગર ગાંધીધામ કચ્છ વાળા)ને તા.30/05/2024ના કલાક 20.00વાગ્યે

14. ભીખા જીવાભાઈ ઠેબા (ઉં.વ. 54 ધંધો નોકરી રહે, ગીતાનગર શેરી નં-7 ઠેબા મંજીલ, ગોંડલ રોડ જકાતનાકા પાસે રાજકોટ)


15. ઇલેશકુમાર વાલાભાઈ ખેર (ઉં.વ.45 ધંધો. નોકરી રહે. રાજવાટિકા સોસાયટી ઘર નં. 15 જનની આલાપ સેન્ચુરીની બાજુમાં પુષ્કરધામ રોડ, રાજકોટ)ને તા.22/06/2024ના કલાક 18.30 વાગ્યે અટક કરી મુદત હરોળ કોર્ટ હવાલે કરવમાં આવેલ છે.


આરોપીઓ વિરોધ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટના મહત્વના મુદ્દાઓ..
ગુનો આઇપીસી કલમ 304, 308, 337, 338, 36, 465, 466, 471, 474, 201, 120(B), 114 મુજબ તે એવી રીતે કે, કોલમ નં.1માં જણાવેલ આરોપીઓ પૈકી આરોપી નંબર (1) ધવલ ભરતભાઇ ઠક્કર, (2) યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, (3) રાહુલ લલિતભાઈ રાઠોડ, (4) નીતિનકુમાર મહાવીરપ્રસાદ લોઢા, (5) અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, (6) કિરીટસિંહ જયદીપસિંહ જાડેજા તથા કોલમ નં.2માં જણાવેલ આરોપી પ્રકાશચંદ કનૈયાલાલ હીરન (મરણ ગયેલ) રાજકોટ, નાનામવા રોડ, સયાજી હોટલ પાછળ, ટીઆરપી ગેમ ઝોન નામથી એમ્યુઝમેન્ટ પાર્કના ભાગીદાર/સંચાલક/વહીવટદાર છે. જેઓ દ્વારા આર્થિક સમૃદ્ધિના હેતુથી ધવલ કોર્પોરેશન, રેસ-વે એન્ટરપ્રાઇઝ તેમજ ગ્રેવીટી કેફે નામની ત્રણ પેઢીઓથી આ ટીઆરપી ગેમ ઝોન સંયુક્ત રીતે ચલાવવામાં આવતું હતું. જેમાં ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર તરીકે આરોપી નં. 1 ધવલ ઠક્કર તથા રેસ-વે એન્ટરપ્રાઇઝના ભાગીદાર આરોપી નં.2 યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, આરપી નં. 3 રાહુલ લલિતભાઈ રાઠોડ, આરોપી નં. 5 અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, આરોપી નં.6 કિરીટસિંહ જયદીપસિંહ જાડેજા તથા કોલમ નં.2માં જણાવેલ પ્રકાશચંદ કનૈયાલાલ હીરન (મરણ ગયેલ) આરોપીઓ છે.


ગ્રાહકોને આવવા-જવા માટે એક જ દરવાજાનો ઉપયોગ કર્યો હતો
તેમજ ધવલ કોર્પોરેશન સાથે મેનેજમેન્ટ કરાર ટર્બો કાર્ટિંગ નામની પેઢી સાથે થયેલ જે ટર્બો કાર્ટિંગ પેઢી આરોપી નં. 2 યુવરાજસિંહ હરિસિંહ સોલંકી તથા આરોપી નં.3 રાહુલ લલિતભાઈ રાઠોડનાઓની સંયુક્ત રીતે બનાવેલ ફર્મ હતી. તેમજ ગ્રેવિટી કાફેના આરોપી નં. 4 નીતિનકુમાર મહાવીરપ્રસાદ લોઢાએ ફૂડ લાઇસન્સ મેળવેલ છે. તેમજ આ ટીઆરપી ગેમ ઝોન એમ્યુઝમેન્ટ પાર્ક વાળી જગ્યાના મૂળ માલિક આરોપી નં. 5 અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, આરોપી નં.6 કિરીટસિંહ જગદીશસિંહ જાડેજાનાઓ છે. આમ આ આરોપી નં. 1 થી 6 તથા કોલમ નં. 2માં જણાવેલ આરોપીઓએ ટીઆરપી ગેમ ઝોન એમ્યુઝમેન્ટ પાર્કનું ગેરકાયદેસર બાંધકામ કરી ફાયર એનઓસી મેળવ્યા વગર પૂરતા પ્રમાણમાં અગ્નિશામક સાધનો રાખ્યા વગર ગ્રાહકોને આવવા-જવા માટે એક જ દરવાજાનો ઉપયોગ કર્યો હતો.​​​​​​​


રસ્તો બતાવતા કોઈ માર્ક લગાડ્યા નહોતા
એક્ઝિટ અંગેના યોગ્ય બોર્ડ (સ્ટીકર તથા સાઇન) નહીં લગાડી, લાઈટ જાય ત્યારે કે ઓછું અજવાળું હોય ત્યારે કે ધૂમાડો હોય ત્યારે આસાનીથી દેખાય તેવા રેડિયમ કે નિયોન કલરથી રસ્તો બતાવતા કોઈ માર્ક નહીં લગાડી, બાંધકામમાં ફેરફાર કરી સ્નો પાર્ક બનાવવા માટે ફેબ્રિકેશનનું કામ જેમાં વેલ્ડિંગ, પાઇપ કટિંગ, પાઇપ વગેરે સામાનોની હેરફેર જેવા જોખમી કામ ચાલુ રાખી, ગેમ ઝોનમાં ગ્રાહકોની એન્ટ્રી આપી. તેમજ આ ટીઆરપી ગેમ ઝોનમાં ગત તા.04/09/2023ના રોજ વેલ્ડિંગ કામ દરમિયાન આગ લાગતા ફાયર બ્રિગેડને જાણ કરી ફાયર બ્રિગેડનું વાહન બોલાવવામાં આવેલ. તેમજ તા.04/09/2023 તથા આ બનાવ બનેલ તે દરમિયાન પણ બીજી વખત વેલ્ડિંગના કારણે આગ લાગવાનો બનાવ બનેલ હોવા છતાં તેમજ વેલ્ડિંગ કામ થતું હતું ત્યાં નીચે તુરંત જ સળગી ઉઠે તેવી પફ પેનલ શીટો રખાવી, બેજવાબદારી પૂર્વકની પ્રવૃતિ કરી હતી. તેમજ ફાયર સેફ્ટીના કામ માટે એસ્ટીમેટ મેળવેલ જે એસ્ટીમેટનો ખર્ચ વધુ હોય જે ખર્ચ બચાવવા માટે એસ્ટીમેટ મુજબનુ કામ નહીં કરાવી, થોડા પ્રમાણમાં ચીલાચાલુ કહી શકાય તેવું કામ કરાવેલ હોય.


આ બનાવમાં 5 વ્યક્તિને નાની-મોટી ઈજા થઈ હતી
આમ આરોપી નં. 1 થી 6 તથા કોલમ નં.2માં જણાવેલ આરોપીઓ જાણતા હોય કે, આ ટીઆરપી ગેમ ઝોનમાં જો આગ લાગશે તો કસ્ટમરો ગેમ ઝોનમાંથી સરળતાથી બધા માણસો બહાર નીકળી શકશે નહીં. જેથી મોટા પ્રમાણમાં જાનહાનિ થવાનો સંભવ છે. તેવું જાણતા હોવા છતા પૂરતી તકેદારી રાખ્યા વગર ગેમ ઝોન ચલાવાતા દરમિયાન બનેલ આ આગના બનાવમાં 27 વ્યક્તિઓ જેમાં બાળકો, સ્ત્રીઓ પુરૂષોના આગમાં સળગી જવાથી મૃત્યુ થયેલ તેમજ તે સિવાયના ગેમ ઝોનમાં હાજર વ્યક્તિઓ પોતોનો જીવ બચાવી બહાર નિકળેલ હતા. જેમાં 5 વ્યક્તિને આ બનાવમાં નાની-મોટી ઇજા થઈ હતી. જેમાં સાહેદ જીજ્ઞાબેન વાઘેલાને જમણા પગમાં ફ્રેક્ચર, સાહેદ ઘુમીલ કુંજડિયાને બન્ને હાથે ફ્રેક્ચર તથા માથામાં ઈજા, મનીષભાઇ ખીમસુરીયાને ડાબા હાથે તથા કરોડરજ્જુમાં ઇજા, પ્રિયાંક સાંગાણીને ડાબા હાથમાં તથા પગમાં ઈજા તથા સાહેદ જીજ્ઞાશાબા જાડેજાને આ બનાવમાં માનસિક ઇજા થતા સારવારમાં દાખલ કરવામાં આવ્યા હતા.


પૂરતી તકેદારી કે સેફ્ટી નહી રાખી ગંભીર બેદરકારી દાખવી
તેમજ આરોપી નં. 7 મહેશ અમૃતભાઈ રાઠોડ આ કામના આરોપી નં. 3 રાહુલ લલિતભાઈ રાઠોડના કાકા થાય છે. તેઓ બન્ને આરોપીઓ આ ટીઆરપી ગેમ ઝોનમાં પ્રથમથી જ ફેબ્રિકેશન અંગેનુ બાંધકામ કર્યું છે. જે બાંધકામ કોઈ માન્ય આર્કીટેક કે સિવિલ એન્જિનિયરના પ્લાન મુજબ નહીં પરંતુ પોતાની રીતે કર્યું છે. તેમજ આ બનાવ બનેલ તે દિવસે આ આરોપી નં. 7 દ્વારા ગેમ ઝોન ચાલુ હતુ તે દરમ્યાન સ્નો પાર્ક બનાવવા માટે ફેબ્રીકેશનને લગતુ કામ કરાવવામાં આવતુ હતુ. જેમાં વેલ્ડીંગ કામ કરાવવામાં આવતુ હતું. તેમજ વેલ્ડીંગ કામ થતુ હતુ ત્યાં નીચે પફ પેનલ શીટ તેમજ વેસ્ટ તથા થર્મોકોલના કટકા વિગેરે પડેલ હોય તેના ઉપર વેલ્ડીંગના તીખારા પડતા આગ લાગેલ છે તેમજ આ પ્રકારે વેલ્ડીંગ કરવાથી આગ લાગવાની સંભાવના રહેલ છે તેમજ વેલ્ડીંગ સમયે ગેમઝોન બંધ રાખવું જોઇએ તે જાણતા હોવા છતા તેઓ દ્વારા વેલ્ડીંગ કરતી વખતે પૂરતી તકેદારી કે સેફ્ટી નહી રાખી ગંભીર બેદરકારી દાખવેલ છે. જેના કારણે આ બનાવ બનવા પામેલ છે.


RMCના અધિકારીઓ આરોપીઓ
વધુમાં આરોપી (8) મનસુખ સાગઠિયા બનાવ સમયના તત્કાલિન ટાઉન પ્લાનિંગ ઓફિસર (9) ગૌતમ દેવશંકરભાઇ જોષી બનાવ સમયના તત્કાલિન આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર (વોર્ડ નં.9, 10,11 ના એટીપી), (10) મુકેશ રામજીભાઇ મકવાણા તત્કાલિન (ગે.કા. બાંધકામ ધ્યાન પર આવેલ ત્યારે જીપીએમસી એક્ટ મુજબ નોટિસ તથા હુકમ થયેલ ત્યારના) આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર (વોર્ડ નં.9, 10, 11ના એટીપી), (11) જયદીપ બાલુભાઈ ચૌધરીએ વોર્ડ નં.10ના બનાવ સમયના તત્કાલિન આસિસ્ટન્ટ એન્જિનિયર (એઇ), (12) રાજેશ નરશીભાઇ મકવાણા તત્કાલિન આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર (એટીપી). જેઓ ટાઉન પ્લાનિંગ આરએમસીના અધિકારીઓ છે.


ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા કોઈ કાર્યવાહી કરી નહીં
ઉપરોક્ત ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા ટીઆરપી ગેમ ઝોનનુ બાંધકામ ગેરકાયેદ હોય જેથી જીપીએમસી એક્ટ 260(1)ની નોટિસ તથા 267 મુજબનો મનાઈ હુકમ આરોપી નં. 10નાએ કરેલ તથા 260(2) મુજબનો હુકમ આરોપી નં.10એ નોટિંગથી આરોપી નં.8 તરફ પુટઅપ કરી તેઓની સહી મેળવી દિવસ 7માં બાંધકામ તોડી પાડવા હુકમ કર્યો હોય પરંતુ આ ગેમ ઝોનના સંચાલકોએ બાંધકામ તોડેલ ન હોય છતાં પણ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા અંગે કોઈ કાર્યવાહી બન્ને એટીપી આરોપી નં.9 તથા 10 તથા ટીપીઓ આરોપી નં. 8 દ્વારા કરવામાં આવી નહીં.


બાંધકામ 2022 પછીનું
તેમજ આરોપી નં.10ને તેઓની નીચે કામ કરનાર કર્મચારીઓ એઇ તથા વર્ક આસિસ્ટન્ટે જણાવેલ કે, નોટિસ આપ્યા બાદ પણ ટીઆરપી ગેમ ઝોનમાં ગેરકાયદેસર બાંધકામ ચાલુ છે. તેમ છતાં આરોપી નં. 10 દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેમજ આરોપી નં. 11 વાળા વોર્ડ નં. 10ના એઇ તરીકે હોય તેઓએ જીપીએમસી એક્ટ મુજબની નોટિસ તથા હુકમ થયેલ હોય, તેમજ બાંધકામ 2022 પછીનુ હોય, જે બાંધકામનો ઇમ્પેક્ટ પ્લાન મંજૂર ન થાય. તેમ છતાં પોતે સદર બાધકામ અંગેની ઇમ્પેક્ટ ફાઈલ મંજૂર થવા માટેની અશોકસિંહ જગદિશસિંહ જાડેજા વિ.ની અરજીમાં ચકાસણી ફી પેટેની રકમ રૂ.100 તા.22/04/2024ના રોજ ભરવા માટે યાદી કરી આપેલ.


બનાવટી રેકર્ડ ઉભું કર્યું, બોગસ દસ્તાવેજ બનાવ્યો
આ ટીઆરપી ગેમ ઝોનના ગેરકાયદેસર બાંધકામ માટેની ઇમ્પેક્ટ ફાઈલ બનાવ બાદ સુધી ઇન્વર્ડ થયેલ ન હોવા છતાં આરોપી નં.8,9,11,12નાઓએ મળી ગેરકાયદેસર કાવતરૂ રચી ટાઉન પ્લાનિંગ શાખાની વેસ્ટ ઝોનમાં આ ટીઆરપી ગેમ ઝોન વાળી જગ્યાના બાંધકામ માટેની અશોકસિંહ જગદિશસિંહ જાડેજા વિ. ની ગેરકાયદેસર બાંધકામના ઇમ્પેક્ટ પ્લાન મંજૂર કરવા માટેની ફાઈલ અગાઉની તારીખ એટલે કે, તા.04/05/2024માં ઇન્વર્ડ નં. 2739 તથા 2740માં ફાલ્ગુની સંજયભાઈ કારિયાની બે ફાઈલની એન્ટ્રી હોય તેમાં ઇન્વર્ડ નં.2740માં અવતરણ ચિન્હ હોય ત્યાં અવતરણ ચિન્હ અશોકસિંહ જગદિશસિંહ જાડેજા વિ.ની અરજીની નામ તથા વિગતમાં છૂપાઇ જાય તે રીતે રજિસ્ટરમાં ચેડાં કરી તે ફાઈલ ઇન્વર્ડ થયેલ હોય તેવું પ્રસ્થાપિત કરી. તેમજ આ ઇમ્પેક્ટ પ્લાનમાં અગાઉની તારીખમાં ક્વેરી લેટર જાવક નંબર 142 તા.09/05/2024માં આપી તે માટે પત્ર જાવક રજિસ્ટરમાં જગ્યા ન હોય જેથી તે જાવક રજિસ્ટર નવું બનાવી રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ શાખાનું ખોટું અને બનાવટી રેકર્ડ ઉભું કરી, બોગસ દસ્તાવેજ બનાવી, પોતાના કબ્જામાં રાખી ખરા તરીકે ઉપયોગ કરી જૂનું પત્ર જાવક રજિસ્ટર સળગાવી નાશ કરાવી પૂરાવાનો નાશ કરવામાં આવ્યો હતો.


બાંધકામ તોડી પાડવા કે અટકાવવા કોઈ કાર્યવાહી કરાવી નથી
આમ આ કામના આરોપીઓ 8,9,10નાઓ રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ શાખાના ટીપીઓ તેમજ એટીપીઓ છે. તેમજ ઇમ્પેક્ટ પ્લાનની ફાઈલ મુકાયા પહેલા બાંધકામ તોડી પાડવા કે અટકાવવા કોઈ કાર્યવાહી કરાવી નથી. જો તેઓએ જે-તે સમયે આ કાર્યવાહી કરી હોત તો આવો ગંભીર પ્રકારનો બનાવ બનત નહીં કે બાંધકામ રેગ્યુલરાઈઝ કરાવેલ હોત તો એન્ટ્રી એક્ઝિટની યોગ્ય વ્યવસ્થા હોત અને ક્ષતિઓ રહી ન હોત. તેમજ જો બનાવ બન્યો હોત તો યોગ્ય એન્ટ્રી એક્ઝિટની વ્યવસ્થાના કારણે માનવ જિંદગી બચી શકી હોત. તેમજ તેઓ જાણતા હોય કે, જ્યાં માણસોનો સમુહ ભેગો થતો હોય ત્યાં ગેરકાયદેસર બાંધકામ થયેલ હોય તો જ્યારે કોઈ અઘટીત બનાવ બને તો માણસો સમયસર યોગ્ય રીતે બહાર નિકળી શકે નહીં અને મોટી જાનહાનિ થાય.


બનાવટી મિટિંગોની મિનિટ્સ નોટો બનાવી
તેમજ આરોપી નં.8એ પોતાના ઉપરોક્ત કાર્યલોપને છૂપાવવા માટે પોતે પોતાની નીચેના કર્મચારીઓની અવારનવાર મિટિંગો લીધી હોવાનું અને તે મિટિંગોમાં રાજકોટ શહેરના ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા અંગેની કાર્યવાહી કરવા અવારનવાર સુચનાઓ આપી હોવા અંગેની બનાવટી મિટિંગોની મિનિટ્સ નોટો આ બનાવ બન્યા બાદ પાછળથી બનાવી છે. જે અંગે અલગથી ડીસીબી પો. સ્ટે. ગુરનં. 11208055 240154/2024 આઇપીસી કલમ 456, 466, 471, 474 વિ. મુજબનો ગુનો નોંધાયો છે


આરોપી નં.8 વિરૂદ્ધ અલગથી રજિસ્ટર કરવામાં આવ્યું
તેમજ આરોપી નં. (13) રોહિત આસમલભાઇ વિગોરા, (14) ભીખા જીવાભાઇ ઠેબા અને (15) ઇલેશકુમાર વાલાભાઇ ખેર પૈકી આરોપી નં. 13 રાજકોટ કાલાવડ રોડ ફાયર બ્રિગેડના સ્ટેશન ઓફિસર છે. તેમજ સદરહું બનાવ બન્યો તે જગ્યા કાલાવડ ફાયર બ્રિગેડ સ્ટેશનના કાર્યક્ષેત્ર વિસ્તારમાં આવે છે. તેમજ આરોપી નં. 14 ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર તથા આરોપી નં. 15 ચીફ ફાયર ઓફિસર રાજકોટ મહાનગરપાલિકા છે. તેઓ આરોપી નં. 13ના સુપરવિઝન અધિકારી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News