કાન્હાની નગરી ખાતે શ્રીકૃષ્ણ-ક્ષ્મણીના લગ્નોત્સવ ઉજવાયા

  • April 20, 2024 11:31 AM 

પરંપરાગત રીતે મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા


યાત્રાધામ દ્વારકાના સુપ્રસિધ્ધ રૂક્ષ્મણિજી મંદિર પટાંગણમાં ચૈત્ર સુદ તેરસના શુભદિને શુક્રવારે ભગવાન શ્રીકૃષ્ણ અને તેમના મુખ્ય પટ્ટરાણી માતા રૂક્ષ્મણજીનો લગ્નોત્સવ પરંપરાગત રીતે ઉજવાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભાવિકો પણ જોડાયા હતા.


ચૈત્રી સુદ તેરસના શુભ દિને દ્વારકાધીશ શ્રીકૃષ્ણ અને તેમના મુખ્ય પટ્ટરાણી માતા રૂક્ષ્મણીજીનો લગ્નોત્સવ પરંપરાગત રીતે ઊજવાયો હતો. શુક્રવારે સાંજે 7.00 કલાકથી રૂક્ષ્મણી મંદિરના પટાંગણમાં ધાર્મિક વિધિવિધાન સાથે ભગવાન દ્વારકાધીશજી અને માતા રૂક્ષ્મણીજીનો ભવ્ય લગ્નોત્સવ ઊજવાયો હતો. તા.17 - 18 - 19 એપ્રિલ દરમ્યાન ઉજવાયેલ શ્રીજી શ્રીપટ્ટરાણીજીના લગ્નોત્સવમાં સાંજીના ગીત, સંગીત સંધ્યા, માતાજીનો વરઘોડો, અન્નકુટ મહોત્સવ જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.


શુક્રવારે સંપૂર્ણ ધાર્મિક વિધિ વિધાન સાથે બહોળી સંખ્યામાં ભાવિકોની ઉપસ્થિતિમાં પૂજારી અરૂણભાઈ દવે અને લગ્નોત્સવમાં મુખ્યયજમાન પરિવારની ઉપસ્થિતિમાં દ્વારકાધીશજી અને શ્રી રૂક્ષ્મણી માતાજીના લગ્નોત્સવની ઊજવાયો હતો.આ લગ્નોત્સવમાં મોટી સંખ્યામાં ભાવિકો પણ જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News