બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મૂળ યુ.પી.ની વતની અને હાલ રાજકોટમાં સોરઠીયા વાડી સર્કલ પાસેના વિસ્તારમાં રહેતી ૨૦ વર્ષીય પરિણીતાએ ભકિતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે શૈલષ ડાંગર(રહે. નંદનવન સ્પ્રીંગ વર્કસ ઓફિસ, પટેલનગર,રાજકોટ) નું નામ આપ્યું છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના છ માસ પૂર્વે લગ્ન થયા છે. છેલ્લા એકાદ માસથી અહીં રાજકોટમાં પતિ સાથે રહેવા આવી છે.તેણીનો પતિ ત્રણ વર્ષથી ગુજરાતમાં છે.
ગઇ તા.૬/૫ ના રોજ પરિણીતાને નોકરી કરી ઘરમાં આર્થિક રીતે મદદરૂપ થવું હોવુ જેથી પતિના મિત્રને વાત કરતા તેઓ જે કામ કરે છે તેની બાજુમાં નંદનવન સ્પ્રીંગ વર્કસ ઓફિસ જે પટેલનગરમાં આવેલ હોય જે જગ્યાએ કામ માટેનું કહેતા તે ત્યાં જતા અહીં ઓફિસ સંચાલક શૈલેષ ડાંગરે સાથે નોકરીની વાત કરી રૂ.૮ હજાર પગાર નક્કી થયો હતો.શૈલેષે ઓફિસની ચાવી આપી કહ્યું હતું કે, ગુરૂવારે સવારે નવ વાગ્યે ઓફિસ ખોલી સાફ સફાઇ કરવા માટે કહ્યું હતું.
જેથી પરિણીતા ગુરૂવારે સવાર અહીં ઓફિસે ગઇ હતી.સાડા દશ વાગ્યા આસપાસ શૈલેષ આવ્યો હતો તે વખતે ફરિયાદી ઓફિસમાં કામ કરતા હતા.દરમિયાન શૈલેષે કામ સમજાવવાના બહાને પરિણીતાનો હાથ પકડી અડવા લાગેલ અને તેના હોઠ ઉપર હાથ અડાડી અડપલાં કરવા લાગ્યો હતો.જેથી પરિણીતા ગભરાઇ દુર જઇ કામ કરવા લાગી હતી.બાદમાં શૈલેષ સાડા અગીયાર વાગ્યે અહીંથી જતો રહ્યો હતો. પરિણીતાનો પતિ ઓફિસે આંટો મારવા આવતા પરિણીતાએ આપવીતી જણાવી હતી.બાદમાં પરિણીતાએ શૈલેષ ડાંગર સામે ભકિતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે આરોપી શૈલેષ પરિણીત છે તેને હાજર થવા માટે નોટિસ આપવામાં આવી છે. આ અંગે વધુ તપાસ હેડ કોન્સ. એમ.પી.મકવાણા ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલગ્ન પ્રસંગે શહેર-જિલ્લામાં હવે ફટકડા નહીં ફોડી શકાય
May 10, 2025 04:09 PMતળાજા : પીથલપુર સહિતના ગામોમાં ધોધમાર વરસાદના પગલે ગોઠણસમા ભરાયા પાણી
May 10, 2025 04:08 PMભાવનગરમાં સતત માવઠાના મારથી હજારો ટન મીઠુ ધોવાયું
May 10, 2025 04:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech