ડિસેમ્બર ૨૦૨૨ની કડકડતી ઠંડીની રાત હતી. રજત કુમાર અને નિશુ કુમારે દિલ્હી–દહેરાદૂન હાઇવે પર ડકી નજીક એક તૂટેલી મર્સિડીઝ જોઈ. મર્સિડીઝ ઉંધી પડેલી હતી, સળગી રહી હતી અને ધુમાડો નીકળી રહ્યો હતો. તેને ખબર નહોતી કે આ મર્સિડીઝમાં ઘાયલ વ્યકિત કોણ છે. તેઓએ ઘાયલ વ્યકિતને મર્સિડીઝમાંથી બહાર કાઢો. તે યુવાન અડધો બેભાન હતો અને શરીરમાંથી ખૂબ લોહી વહેતું હતું. તે સ્ટાર ક્રિકેટર ઋષભ પતં હતો.
રજત અને નિશુને ફકત એટલું જ ખબર હતી કે કોઈને તો બચાવવાની જર છે. તેઓએ પોલીસને ફોન કર્યેા અને મદદ ન આવે ત્યાં સુધી તેની સાથે રહ્યા. બાદમાં, ઋષભ પંતે સોશિયલ મીડિયા દ્રારા તેમનો આભાર માન્યો. સોશિયલ મીડિયા પોસ્ટમાં ઋષભ પંતે કહ્યું હતું કે હત્પં હંમેશા તે હીરોનો આભારી અને ઋણી રહીશ જેમણે મને મદદ કરી.
ઋષભ પંતે પોતાના જીવન બચાવનારાઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરવા માટે તેમને સ્કૂટી ભેટમાં આપી હતી. હવે, આ ઘટનાના મહિનાઓ પછી રજત ઉત્તરાખંડના ઝાબ્રેડામાં હોસ્પિટલના પલગં પર જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહ્યો છે. તેના પર એક એવા ગુનાનો આરોપ છે જે તે કહે છે કે તેણે કર્યેા નથી.
રવિવારે સાંજે ૨૫ વર્ષીય રજત અને તેની ૨૧ વર્ષીય ગર્લફ્રેન્ડ મનુ કશ્યપે તેમના ગામ બુચ્ચા બસ્તીની બહાર શેરડીના ખેતરમાં સાથે મળીને ઝેર પી લીધું. તેમનો પ્રેમ લાંબો સમય ટકી શકયો નહીં. હકીકતમાં, અલગ અલગ જાતિઓ અને કૌટુંબિક મતભેદોને કારણે બંને એક થઈ શકયા નહીં. બંનેના પરિવારોએ અન્યત્ર લ ગોઠવવાનું શ કયુ. પ્રેમમાં નિષ્ફળતાથી નિરાશ થઈને તેમણે આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો.
બુચ્ચા બસ્તીના શેરડીના ખેતરમાં ઝેર પીધા પછી તેમની તબિયત બગડવા લાગી. એક ગામવાળાએ તેને જમીન પર તરફડતા જોયા. તેણે તેના પરિવારને જાણ કરી. યારે તેનો પરિવાર પહોંચ્યો ત્યાં સુધીમાં ઝેર તેના શરીરમાં ફેલાઈ ગયું હતું. તેમને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. મનુના પરિવારે તેને બીજી હોસ્પિટલમાં દાખલ કરી. મંગળવારે વહેલી સવારે તેનું ત્યાં મૃત્યુ થયું. દરમિયાન, રજત હજુ પણ સારવાર હેઠળ છે.
મનુના અંતિમ સંસ્કારના થોડા કલાકો પછી તેની માતા પુરકાજી પોલીસ સ્ટેશન પહોંચી. તેણે રજત વિદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં તેણે તેની પુત્રીને ઝેર આપવાનો આરોપ લગાવ્યો હતો. હવે તે ગામ જે એક સમયે રજતની બહાદુરી પર ગર્વ કરતું હતું ત્યાં આ મુદ્દા પર ચર્ચા થઈ રહી છે. યાં કૌટુંબિક સન્માન મહત્વપૂર્ણ છે ત્યાં ઘણા પ્રકારના મુદ્દાઓની ચર્ચા થઈ રહી છે. જાતિ અને પરિવાર સામે બળવો કર્યા પછી પ્રેમ સંબંધનો મુદ્દો હવે જાતિઓ વચ્ચેના
(અનુ. સાતમા પાને
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોરોનાના JN.1 વેરિઅન્ટનો કહેર: ભારતમાં વધ્યા કેસ, દેશમાં અત્યાર સુધીમાં 350 એક્ટિવ કેસ
May 24, 2025 08:05 PMએલોન મસ્કનું X દુનિયાભરમાં ડાઉન: લાખો યુઝર્સ પરેશાન
May 24, 2025 07:56 PM૧૪ને ક્રુરતાપૂર્વક મારી નાખ્યા, ખોપરીનો સૂપ પીધો, નરપિશાચને ઉંમરકેદની સજા
May 24, 2025 04:41 PMશું તમે પણ પ્રી-ડાયાબિટીસ સ્ટેજમાં છો? બીમારીના આ 6 સંકેતો અવગણશો નહીં
May 24, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech