મહિલાઓને બીભત્સ મેસેજ કરી પજવણી કરતા શખ્સને ઝડપી લેવાયો

  • May 27, 2021 10:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહિલા કાઉન્સેલરોને પજવણી કરનાર શખ્સનો દ્વારકા પોલીસે કબજો મેળવી કાર્યવાહી આરંભી

દ્વારકા પોલીસ માથાકર નોંધાયેલ ફરિયાદ અનુસાર પોલીસે વિવિધ નંબરો પરથી વોટ્સએપ મારફતે વિડીયો કોલ તેમજ વોઇસ મેસેજ કરી બીભત્સ માંગણીઓ કરનાર શખ્સ વિરુદ્ધ દ્વારકા પોલીસે તપાસ હાથ ધરતા પોલીસે આ ગુન્હામાં વિકૃત માનસિકતા ધરાવાતા શખ્સ અન્ય ગુન્હાઓમાં પણ સામેલ હોઈ આજ પ્રકારના અન્ય ગુન્હાઓમાં સંડોવાયેલ આ શખ્સ જેલમાં હોઈ દ્વારકા પોલીસે વિધિવત કાર્યવાહી કરી આરોપીનો પોલીસે કબજો મેળવી આગળની તપાસ  હાથ ધરી છે.

આ શખ્સે દ્વારકાની તેમજ એક ખંભાળિયા કાઉન્સેલર મહિલાને બીભત્સ મેસેજ કરેલ હોઈ આ મામલો આખરે દ્વારકા પોલીસ મથકે પહોંચ્યો હતો જેને લઇ પોલીસે  નંબરોને આધારે તપાસ હાથ ધરતા આરોપી મહેશ કાકરોટિયા જે અનેક મહિલા કાઉન્સેલરોને આ પ્રકારના બીભત્સ મેસેજ કરતો હતો તેના વિરુદ્ધ ગઢડા તેમજ બોટાદ પોલીસ મથકે પણ ગુન્હા નોંધાયેલા હતા જેને લાઇ આરોપી બોટાદ જેલમાં હોઈ દ્વારકા પોલીસે આ મામલે ટ્રાન્સફર વોરંટ મેળવી આરોપીને જેલમાંથી અત્રે લાવેલ છે, અને સમગ્ર મામલે ઊંડાણ પૂર્વક તપાસ હાલ ચાલુ છે.

આ આરોપી વિરુદ્ધ રાજ્યમાં અન્ય 30 જેટલા મહિલા કાઉન્સેલરોને બીભત્સ મેસેજ કરી પજવણી કરવાના મામલા પણ સામે આવ્યા છે ત્યારે દ્વારકા તેમજ ખંભાળિયા મહિલા કાઉન્સેલરોને બીભત્સ મેસેજ કરનાર આ શખ્સ માનસિક વિકૃતિ ધરાવતો હોય આ શખ્સ વિરુદ્ધ પોલીસે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઇ


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS