BREAKING NEWS

લોધીકા પાસેથી સગીરાને ભગાડી જનાર શખસ ભરૂચના પાનેલી પાસેથી ઝડપાયો

  • July 06, 2026 05:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોધિકા પંથકમાંથી સગીરાને ભગાડી જનાર શખસને રાજકોટ એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમે ભચના પાનેલી જીઆઇડસી પાસેથી ઝડપી લઇ સગીરાને મુકત કરાવી હતી. સગીરાને ભગાડી ગયા બાદ અહીં બંન્ને મરઘા કેન્દ્રમાં મજુરીકામ કરવા લાગ્યા હતાં.
રાજકોટ જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જર દ્રારા વિવિધ ગુનાઓમાં લાંબા સમયથી ગુમ અને અપરણ થયેલ વ્યકિતઓને શોધી કાઢવા તથા ફરાર આરોપીઓને ઝડપી લેવા સૂચના આપવામાં આવી છે. જેને લઇ એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ્ યુનિટની ટીમે લોધીકા પોલીસ સ્ટેશનમાં સાત માસ પૂર્વે નોંધાયેલા અપહરણના ગુના અંગે તપાસ શ કરી હતી. દરમિયાન આરોપી અરવિંદ બદમ ગોડ (રહે. રાખખરીયા તા. રહેલી, જિ. સાગર મધ્યપ્રદેશ) અપહ્યત સાથે ગુજરાતના ભચ જિલ્લાના પાનેલી જીઆઇડીસી પાસે હોવાની માહિતી મળી હતી. જેથી એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટના નોડેલ ઓફિસર પીઆઇ જે.પી.રાવના માર્ગદર્શન હેઠળ પીઆઇ એન.એ.શુકલ તથા ટીમ દ્રારા આ અંગે વર્કઆઉટ કરી એક ટીમ અહીં ભચ પહોંચી હતી. અહીં પાનેલી જીઆઇડીસી પાસે આવેલા આલુજ ગામ પાસે અસલમભાઇના મરઘા કેન્દ્ર ખાતે આરોપી અને અપહ્યત મજૂરી કરતા હોવાની માહિતી મળતા બંનેને શોધી કાઢી આરોપી આરોપી અરવિંદ ગોડ સામે જરી કાર્યવાહી કરી હતી. આ કામગીરીમાં રાજકોટ ગ્રામ્યના એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટના પીઆઇ એન.એ. શુકલની રાહબરી હેઠળ હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ કળોતરા તથા કોન્સ્ટેબલ અભયભાઈ રાઠોડ અને મનિષાબેન ખીમાણીયા સાથે રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application