ખંભાળિયા નજીક બીયરના ટીન સાથે ઓખાનો શખ્સ ઝડપાયો

  • April 10, 2021 07:56 PM 

કેફી પીણું પીધેલી હાલતમાં બાઇક ચાલક ઝડપાયોઃ છરી સાથે યુવાન ઝડપાયો

ખંભાળિયા નજીક બીયરના ટીન સાથે ઓખાનો એક શખ્સ પોલીસના હાથે ઝડપાઇ ગયો છે, જ્યારે હરીપરમાંથી કેફી પીણું પીધેલી હાલતમાં એક બાઇક ચાલક શખ્સને ઝડપી લેવાયો છે, અને ખંભાળીયામાં છરી સાથે એક યુવાનની ધરપકડ કરવામાં આવી છે.

ખંભાળીયા-જામનગર ધોરીમાર્ગ પર આરાધનાધામ નજીકથી પસાર થઈ રહેલા ઓખાના ગાંધીનગરી ભુંગા વિસ્તારમાં રહેતા બસીર કાદરભાઈ બોલીમ નામના 30 વર્ષના યુવાન પાસેથી પોલીસે રૂપિયા 700 ની કિંમતના બિયરના સાત ટીન કબજે કરી, વાડીનાર મરીન પોલીસે પ્રોહીબીશન એક્ટ મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી.

જ્યારે ખંભાળિયા તાલુકાના હરિપર ગામે રહેતા દિલીપ નારણભાઈ લાધવા નામના 31 વર્ષના યુવાનને દ્વારકા માર્ગ પર કુવાડિયાના પાટિયા પાસેથી કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા 10 હજારની કિંમતનું મોટરસાયકલ લઈને નીકળતા પોલીસે ઝડપી લઇ, તેની સામે એમ.વી. એક્ટની કલમ 185 મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી.

જ્યારે ખંભાળિયામાં ગુજરાત મિલ પાસે રહેતા મકસુદ ઉર્ફે મખી સુમરા સમા નામના 22 વર્ષના યુવાનને પોલીસે છરી સાથે નીકળતા ઝડપી લઇ, તેની સામે જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS