ડિલીવરી પહેલા કરીના કપૂરને મળવા પહોંચી આ વ્યક્તિ

  • February 18, 2021 10:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડની બેબો એટલે અભિનેત્રી કરીના કપૂરની ઘરે નાનું મહેમાન આવવાનું છે. તે તેના બીજા બાળકને જન્મ આપવા જઇ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે કરીના જલ્દીથી હોસ્પિટલમાં દાખલ થઈ શકે છે. એક તરફ ચાહકો સૈફિનાના બીજા બાળકને જોવા માટે આતુરતાથી રાહ જોતા હોય છે, તો બીજી તરફ કરીનાની ડિલિવરીને લઈને કપૂર પરિવાર કરીનાના ઘરે એકઠો થઈ રહ્યો છે. હાલ જ બેબોની બહેન કરિશ્મા કપૂર અને માતા બબીતા ​​કરીનાને મળવા તેમના ઘરે આવી હતી. સૈફનો પુત્ર ઇબ્રાહિમ અલી ખાન પણ કરીનાને મળવા પહોંચ્યો હતો.

ડિલીવરી માટે કરીનાને કોઈપણ સમયે હોસ્પિટલમાં દાખલ કરી શકાય છે. આથી જ કરિશ્મા કપૂર ગઈરાત્રે તેની માતા બબીતા ​​સાથે કરીનાના ઘરે પહોંચી હતી. હાલ જ એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં બ્લેક આઉટફિટમાં કરિશ્મા કપૂર તેની માતા બબીતાને  લઈ જઈ રહી છે. બંનેએ માસ્કથી તેમના ચહેરા ઢાંકેલા છે. 

કરીના હવે તૈમૂર પછી બીજી વખત માતા બનવા જઈ રહી  છે. ગયા વર્ષે ઓગસ્ટમાં લોકડાઉન દરમિયાન તેણે ગર્ભવતી હોવાનું જાહેર કર્યું હતું. કરીના સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે અને ફેન્સ સાથે ગર્ભાવસ્થાને લગતા ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS