પોરબંદરમાં બાર વર્ષ પહેલાના હત્યાના ગુન્હામાં મુખ્ય આરોપીને પડી આજીવન કેદની સજા

  • March 27, 2025 03:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં બાર વર્ષ પહેલા નામચીન બુટલેગરનો દા‚ વારંવાર પકડાતો હોવાથી એક વ્યક્તિ  આ અંગે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને પોતાના સાગરીતો સાથે મળીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યાના આ બનાવમાં મુખ્ય આરોપીને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે એટલું જ નહીં પરંતુ મૃતકની પત્ની અને પુત્રને વેઠવી પડેલી યાતનાના વળતર સ્વ‚પે બે લાખ ‚પિયા ચુકવવા પણ જણાવ્યુ છે.
બનાવની વિગત એવી હતી કે તા. ૬જુલાઇ ૨૦૧૩ના રાત્રે બારેક વાગ્યે ખારવાવાડના પાલાના ચોક નજીક રહેતા રામજીભાઇ પાંજરી તેમના સંબધીને ત્યાં યોજાયેલ ભજન કાર્યક્રમમાંથી ઘરે પરત ફરતા હતા ત્યારે અગાઉ અનેક ગુન્હાઓ નોંધાયા છે તેવા બુટલેગર ભરત ઉર્ફે બાઘો કેશવ લોઢારી અને તેના છ સાગરીતોએ સાથે ગેરકાયદેસર મંડળી રચી ઘાતક હથિયારો જેવાકે લોખંડના પાઇપ અને ચાકુ સાથે હનુમાન ડેરી નજીક વાંદરીચોકમાં રામજીભાઇ પહોંચતા તેના પર આ છ ઇસમો તથા ભરત ઉર્ફે બાઘો સાથે મળી લોખંડના  પાઇપથી તુટી પેલા અને ખૂબજ ક્રૂરતાપૂર્વક અને નિર્દય રીતે લોખંડના પાઇપથી  માર મારી રામજીભાઇના શરીર ઉપર વ્યથા તથા મહાવ્યથા જેવી ગંભીર ઇજાઓ પહોંચાડી હત્યા કરી નાખેલ અને તેમ કરીને આરોપી કે જે પોતેે દા‚નો ધંધો કરતો હોય તેનો દા‚ વારંવાર પકડાઇ જતો હોય તે બાબતેની શંકા મરણજનાર રામજીભાઇ તથા તેના દિકરી પર રાખી પોતે તેના માણસો સાથે ગેરકાયદેસર મંડળી રચી રામજીભાઇને માર મારી મૃત્યુ નિપજાવવાનો સમાન ઇરાદો પારપાડી ગુન્હો આચરેલ હતો. ઉપરોકત બનાવ અગે આ કામના ફરીયાદી મુકેશ રામજીભાઇ પાંજરી દ્વારા કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમા પોતાની ફરીયાદ જાહેર કરતા ઉપરોકત આરોપીઓ વિ‚ધ્ધ કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં ખુનનો  ગુન્હો નોંધવામાં આવેલ હતો. સદર ગુન્હાના કામે અન્ય આરોપી સામેનો કેસ ચાલી ગયેલ અને હાલનો આરોપી નાશી ગયેલ ત્યારબાદ પોલીસ દ્વારા તેની ધરપકડ કરી  રજૂ કરતા કોર્ટ દ્વારા તેમને જેલહવાલે કરવામાં આવેલ ત્યારબાદ પોલીસે તેમની વિ‚ધ્ધ અલગથી ચાર્જસીટ કરેલ.
ઉપરોકત કામે આરોપી સામે બીજા એડીશ્નલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ પી.એચ. શર્માની કોેર્ટમાં પ્રોસકયુશન તરફે એડી. પી.પી., અનીલ જે. લીલા તથા અન્ય વીથ પ્રોસીકયુશન રોકયેલા હતા. તથા મૂળ ફરિયાદી તરફે મધુભાઇ મહેતાની ઓફીસમાંથી એડવોકેટ ડી.એમ. ‚પારેલીયા, અશોક મહેતા, વિપુલ ભેસારા, રાહુલ મજીઠીયા, કેતન કોટેચા, કમલેશ જોશી, રોકાયેલા હતા. સરકારપક્ષે રજુ કરવામાં આવેલ ૨૭ મૌખિક તથા ૪૧ દસ્તાવેજી પુરાવાઓ રજુ રાખેલ તેમજ મૌખિક દલીલ કરી જણાવેલ કે હાલનો આરોપી બનાવનો મુખ્ય આરોપી છે તેમજ ગુન્હાહિત ઇતિહાસ ધરાવે છે. તેમજ મરણજનારને પોતાના સાગરીતો સાથે મળી હથિયારો વડે ગંભીર  ઇજાઓ કરી ફરીયાદી તથા સાહેદને ધમકી આપી ગુન્હાને અંજામ આપેલ હોય તકસીરવાન ઠરાવવા અરજ કરેલ. પ્રોસીકયુશન તરફે સરકારી વકીલ એ. જે. લીલા દ્વારા કરવામાં આવેલ મૌખિક દલીલ તથા મૂળ ફરિયાદપક્ષે રજુ રાખવામાં આવેલ લેખિત દલીલ રજુ રાખવામાં આવેલ જે મુજબ બન્ને પક્ષોની દલીલો સાંભળી પોરબંદરના સેક્ધડ એડીશ્નલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ પી.એચ. શર્મા દ્વારા આ કામના આરોપી ભરત ઉર્ફે બાઘો કેશવ લોઢારી રહે. ખારવાવાડ, પોરબંદરવાાને ઇ.પી.કો. કલમ તથા જી.પી.એકટની કલમ-૧૩૫ મુજબના ગુન્હામાં કસુરવાન ઠરાવીને આજીવન કેદની સજા અતે ‚ા. ૩૭,૫૦૦નો દંડ ફટકારતો હુકમ કરવામાં આવેલ છે. તેમજ ફરીયાદીને (મરણ જનારના પુત્ર) વળતર ‚પે ‚ા. ૧,૦૦,૦૦૦ તથા મરણ જનારની પત્નીને ‚ા. ૧,૦૦,૦૦૦ એમ કુલ ૨,૦૦,૦૦૦ ‚ા. વેઠવી પડેલી યાતનાઓના વળતર સ્વ‚પે આરોપીએ ચુકવવા એવો વધુમાં હુકમ કરવામાં આવેલ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application