ધોરાજી પંથકના ગામમાં રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી પ્રેમીએ વારંવાર દુષ્કર્મ આચર્યું

  • June 05, 2025 11:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ધોરાજી પંથકમાં થોડા દિવસ પૂર્વે જ 15 વર્ષની સગીરા પર પાલક પિતાએ દુષ્કર્મ આચરી તને બે માસનો ગર્ભ રાખી દીધો હોવાની ઘટના તાજી જ છે ત્યાંવધુ એક દુષ્કમર્ની ઘટના સામે આવી છે. ધોરાજીના એક એક ગામમાં રહેતી 16 વર્ષની સગીરાને ગામના જ શખસે પ્રેમજાળમાં ફસાવી વારંવાર દુષ્કર્મ આચર્યા અંગે પાટણવાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવામાં આવી છે.


બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ધોરાજી પંથકમાં આવેલ એક ગામમાં રહેતી મહિલાએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ગામના જ 26 વર્ષના એક શખસનું નામ આપ્યું હતું જે મામલે પાટણવાવ પોલીસે દુષ્કર્મ,પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


પોલીસે ફરિયાદીને ટાંકીને આપેલી વિગતો મુજબ, ફરિયાદીની 16 વર્ષની સગીર પુત્રી હાલ અભ્યાસ કરે છે તેમને ગામના જ એક 26 વર્ષના અપરિણીત શખ્સે પ્રેમજાળમાં ફસાવી હતી. જે બાદ સગીરા જ્યાં રહેતી હતી તેનાથી થોડે દૂર જ આરોપીનું એક મકાન આવેલું છે જ્યાં આરોપી સગીરાને લલચાવી ફોસલાવીને ત્યાં લઈ જઈ અવારનવાર દુષ્કર્મ આચરતો હતો. દરમિયાન સગીર પુત્રી ઘરે મોડી પહોંચતા માતા પિતાએ તેને તે બાબતે વાત કરતાં સગીરાએ હકિકત જણાવી કહ્યું હતું કે, આરોપી તેને લલચાવી ફોસલાવીને પોતાના ઘરે લઈ જઈ બળજબરીથી શરીર સંબંધ બાંધતો હતો.


જે વાતની પરિવારને જાણ થતા જ તેઓ તુરંત જ પોલીસ મથકે દોડી આવ્યા હતા અને બનાવ અંગેની વાત કરી ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી પાટણવાવ પોલીસે ગુનો નોંધી આરોપીની ઝડપી લેવા તપાસ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application