જામનગરમાં ચક્કર આવતા બેભાન થયેલા પ્રૌઢનું પ્રાણ પંખેરૂ ઉડ્યું

  • May 11, 2021 12:41 PM 

જામનગરના ખારવા ચકલા વિસ્તારમાં ગઇકાલે એક વિપ્ર પ્રૌઢને ચક્કર આવતા અને પસીનો વળી જતા બેભાન હાલતમાં સારવારમાં લઈ જતા મૃત્યુ નીપજયું હતું.

જામનગરના સેતાવાડ, ખારવા ચકલા વિસ્તારમાં રહેતા અને કર્મકાંડનું કામ કરતા ભરતભાઈ બાબુભાઈ ભટ્ટ ઉંમર વર્ષ 60ને ગઈકાલે ચક્કર આવતા અને મોઢે પસીનો વળી જતા બેભાન થઈ ગયા હતા.

આથી સારવારમાં જી જી હોસ્પિટલમાં લઇ જતા ફરજ પરના તબીબે તપાસીને મરણ ગયાનું જણાવ્યું હતું. દરમિયાનમાં આ બનાવની જાણ આશિષભાઈ ભટ્ટ દ્વારા સીટી-એ ડિવિઝનમાં કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS