જી.એસ.એફ.એ.ની 46મી એ.જી.એમ. માં અધ્યક્ષએ શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ડિસ્ટ્રિક્ટ એસોસિયેશન્સ તથા ખેલાડીઓને એવોર્ડ એનાયત કર્યા
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશને (જી.એસ.એફ.એ.) શ્રેષ્ઠ દેખાવ કરનારા જિલ્લા ફૂટબોલ એસોસિયેશન્સ અને ખેલાડીઓની વ્યક્તિગત સિદ્ધિઓને બિરદાવવા 11 કેટેગરીમાં એવોર્ડ આપવાની શરૂઆત કરી છે. આ એવોર્ડ ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (એ.આઇ.એફ.એફ.)ની તર્જ પર શરૂ કરાયા છે અને જી.એસ.એફ.એ.ની અગાઉની વાર્ષિક સાધારણ સભા (એ.જી.એમ.)માં પણ આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.
"જી.એસ.એફ.એ.ના આ એવોર્ડ્સ ખેલાડીઓ, રેફરીઝ અને ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિયેશન્સનું મનોબળ વધારશે અને તેના પગલે રાજ્યમાં ફૂટબોલની રમતને વધુ લોકપ્રિય બનાવવામાં મદદ મળશે," તેમ જી.એસ.એફ.એ.ના અધ્યક્ષ, રાજ્યસભાના સાંસદ અને આર.આઇ.એલ.ના ડાયરેક્ટર (કોર્પોરેટ અફેર્સ), પરિમલ નથવાણીએ જણાવ્યું હતું. તેઓ આજે અમદાવાદ ખાતે જી.એસ.એફ.એ.ની 46મી એજીએમને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, “ગત એક વર્ષ ભારતીય ફૂટબોલમાં ગુજરાતને ગણનાપાત્ર તાકાત બનાવવાની અમારી પરિકલ્પનાને સાકાર કરવા, અમારા સામૂહિક પ્રયાસોનું સાક્ષી રહ્યું છે. મને એ વાતનો આનંદ છે કે રિલાયન્સ, અદાણી, ઝાયડસ, ટોરેન્ટ વગેરે સહિત, રાજ્યના અગ્રણી કોર્પોરેટ ગૃહો ગુજરાત ફૂટબોલને આગળ વધારવામાં યોગદાન આપી રહ્યા છે.”
આ અંતર્ગત અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિયેશનને સૌથી વધુ ખેલાડીઓની નોંધણી બદલ એવોર્ડ અપાયો હતો, ઇન્ટ્રા-ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટના આયોજન માટે બેસ્ટ ડિસ્ટ્રિક્ટનો એવોર્ડ રાજકોટને ફાળે ગયો હતો અને બેસ્ટ સપોર્ટિવ ડિસ્ટ્રિક્ટ એવોર્ડ ભરૂચને એનાયો કરાયો હતો. જ્યારે બેસ્ટ પરફોર્મિંગ એક્ટિવ ડિસ્ટ્રિક્ટનો એવોર્ડ ભાવનગર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિયેશનને મળ્યો હતો. એ.આર.એ. ફૂટબોલ ક્લબ અને બરોડા ફૂટબોલ એકેડમીને જી.એસ.એફ.એ.ની છત્રછાયા હેઠળ બેસ્ટ પરફોર્મિંગ ફૂટબોલ ક્લબ્સ તરીકે સંયુક્ત વિજેતા ઘોષિત કરાયા હતા.
વ્યક્તિગત કેટેગરીમાં, પાટણ જિલ્લાના મહાદેવપુરા ગામના પીટી શિક્ષક રંગતજી ઠાકોરને સ્પેશિયલ એવોર્ડ અપાયો હતો. ગામની દીકરીઓને ફૂટબોલને એક વ્યવસાય તરીકે અપનાવવા પ્રોત્સાહિત કરવા બદલ તેમને આ એવોર્ડ અપાયો હતો. રંગતજીના અથાગ પ્રયત્નોને કારણે જ ઠાકોર સમાજની દીકરીઓને ના કેવળ ફૂટબોલ રમવાની પ્રેરણા મળી, પરંતુ તેમણે ઉચ્ચ શિક્ષણ પણ પ્રાપ્ત કર્યું હતું. આના પરિણામે ગામડાના અભણ ખેતમજૂરોની દીકરીઓ આજે સુશિક્ષિત અને ઉત્સાહી ફૂટબોલ ખેલાડીઓ બની છે. તેમાંથી ઘણી દીકરીઓ રાષ્ટ્રીય સ્તરની ફૂટબોલ ટુર્નામેન્ટમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ પણ કરી ચૂકી છે.
ફૂટબોલ રેફરી ઓફ ધ યર એવોર્ડ મહિલા કેટેગરીમાં રચના કામાણી અને પુરુષ કેટેગરીમાં આકાશ મહેતાને અપાયો હતો. જ્યારે કોચ ઓફ ધ યર એવોર્ડ મહિલા કેટેગરીમાં કલ્પના દાસ અને પુરુષ કેટેગરીમાં ગોપાલ કાગને ફાળે ગયો છે. આ પ્રકારે જ ઈમર્જીંગ પ્લેયર ઓફ ધ યર એવોર્ડથી ખુશ્બુ સરોજ અને હર્ષલ દાવડાને સન્માનિત કરાયા હતા. જ્યારે બેસ્ટ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ મહિલા કેટેગરીમાં શિલ્પા ઠાકોર અને પુરુષ કેટેગરીમાં બ્રિજેશ યાદવને અપાયો હતો. વિશાલ વાજાને બેસ્ટ બીચ સોકર એન્ડ ફૂટસલ રેફરી ઓફ ધ યરથી સન્માનિત કરાયા હતા.
જી.એસ.એફ.એ.ના માનદ મહામંત્રી મૂળરાજસિંહ ચુડાસમાએ વાર્ષિક એક્ટિવિટી રિપોર્ટની સાથે નવા ફૂટબોલ વર્ષ માટેનું કેલેન્ડર રજૂ કર્યું હતું. બોર્ડના સભ્યો સમક્ષ ઓડિટેડ હિસાબો અને બેલેન્સશીટ પણ પ્રસ્તુત કરાઈ હતી. એજીએમમાં કારોબારી સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ચુડાસમાએ જણાવ્યું હતું કે “હું આ પ્રસંગે અમારા અધ્યક્ષ પરિમલ નથવાણી સર, જી.એસ.એફ.એ. કારોબારી સમિતિ, ડી.એફ.એ.ના સભ્યો, ક્લબ્સ, એકેડેમીઝ, કોચિસ, મેચ ઓફિશિયલ્સ, સ્પોન્સર્સ, સ્વયંસેવીઓનો તેમના અતૂટ સમર્થન અને સમર્પણ ભાવ માટે હૃદયપૂર્વક આભાર માનું છું. ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશને સતત આપેલા માર્ગદર્શન અને સમર્થન માટે તેમનો પણ વિશેષ ધન્યવાદ. આપણે સહુએ, સાથે મળીને નોંધપાત્ર પ્રગતિ કરી છે અને સાથે મળીને આપણે ગુજરાતમાં ફૂટબોલના વિકાસને આગળ ધપાવતા રહીશું."
જી.એસ.એફ.એ. દ્વારા વિવિધ વય જૂથોમાં છોકરા અને છોકરીઓ માટે વિવિધ આંતર-જિલ્લા ટુર્નામેન્ટ્સનું આયોજન કરાયું હતું. આમાં બ્લુ ક્લબ્સ લીગ (બેબી લીગ્સ) નોંધપાત્ર છે, જે 7 અને 12 વર્ષની વચ્ચેના વય જૂથો માટે પાયાની ફૂટબોલ ગેમ છે. તેમાં 23 જિલ્લાના 5,000 ફૂટબોલ ખેલાડીઓએ ભાગ લીધો છે અને આ ટુર્નામેન્ટે ગુજરાતમાં ફૂટબોલના ભાવિ માટે ઘણી આશાઓ જગાવી છે.
અન્ય એક પ્રગતિશીલ એક્ટિવિટીના ભાગરૂપે જી.એસ.એફ.એ. દ્વારા પ્રથમવાર ગુજરાત સુપર લીગ (જી.એસ.એલ.)નું સફળતાપૂર્વક આયોજનનો પ્રયાસ કરાયો હતો. જી.એસ.એલ.ને રાજ્યના ઉદ્યોગસાહસિકો અને ઉદ્યોગપતિઓ તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો હતો. જી.એસ.એફ.એ. ફૂટસલ ક્લબ ચેમ્પિયનશિપ 2023-24, ખેલો ઈન્ડિયા વિમેન્સ ફૂટબોલ લીગ (U-13, U-15 & U-17), ગુજરાત બીચ સોકર ટીમ સિલેક્શન ટ્રાયલ્સ વગેરે અન્ય ઈવેન્ટ્સ છે જેણે જી.એસ.એફ.એ.ને ગત વર્ષે વિવિધ કેટેગરીમાં એ.આઇ.એફ.એફ.ના ત્રણ એવોર્ડ જીતાડ્યા હતા.
એ.જી.એમ.માં જી.એસ.એફ.એ.ના ઉપપ્રમુખ સર્વ હનીફ જીનવાલા, પ્રદીપસિંહ વાઘેલા, જીજ્ઞેશ પાટીલ, ગુણવંતભાઈ ડેલાવાલા અને અરૂણસિંહ રાજપૂત ઉપરાંત મૂળરાજસિંહ ચુડાસમા, માનદ ખજાનચી મયંક બુચ તેમજ જી.એસ.એફ.એ. સાથે જોડાયેલા 33 જિલ્લા ફૂટબોલ એસોસિએશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ એક વસ્તુને લીંબુમાં મિક્સ કરીને વાળમાં લગાવવાથી ડેન્ડ્રફ થઇ જશે દૂર
January 24, 2025 04:51 PMજાણો દરરોજ એક અંજીર ખાવાના શ્રેષ્ઠ ફાયદાઓ
January 24, 2025 04:45 PMગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં પર્યટન સ્થળો પર જાણો કેટલા સહેલાણીઓ ઉમટ્યા, આંકડો જાણી ચોકી જશો
January 24, 2025 04:35 PMઅમૂલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના 1 લિટરના પાઉચના ભાવમાં 1 રૂપિયાનો ઘટાડો, જાણો નવા ભાવ
January 24, 2025 04:03 PMજામનગરના ચેક રીટર્ન કેસમાં બે વર્ષની કેદ ૮.૫૦ લાખના દંડનો હુકમ યથાવત
January 24, 2025 04:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech