પાયાની દિવાલ ઉભી કરવા પાણીનું લેવલ ઘટ્યા બાદ કોર્પોરેશન પતરા દૂર કરશે
જામનગરના રણમલ તળાવમાં આશરે સાતેક મહિનાથી પાણી વધી જતાં કોઇપણ જાતનો અકસ્માત ન થાય તે માટે કેટલાક સ્થળોએ કોર્પોરેશન દ્વારા પતરા લગાવી દેવામાં આવ્યા હતા, હવે ધીમે ધીમે પાણીનું લેવલ ઘટ્યું છે ત્યારે આ પતરા ટુંક સમયમાં જ હટાવી લેવામાં આવશે અને પાયાની દિવાલ ઉભી કરવામાં આવશે તેમજ જાણવા મળ્યું છે.
જાણવા મળતી વિગત પ્રમાણે તા. 30 જુનના રોજ જામનગરમાં સવારે એક જ દિવસમાં પાંચ ઇંચ વરસાદ પડ્યા બાદ ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતા અને વૃક્ષો પણ પડી ગયા હતા, ત્યારે રણમલ તળાવ પરિસરમાં જામ રણજીતસિંહજીની પ્રતિમા, માછલીઘર સામે, ગેઇટ નં. 4 સામે ડો. આંબેડકર ગાર્ડનમાં બે-ત્રણ સ્થળોએ પતરા લગાવી દેવામાં આવ્યા હતા અને આ વિસ્તારમાં લોકોની એન્ટ્રી પણ બંધ કરી દેવામાં આવી હતી, હવે ધીમે ધીમે પાણીનું લેવલ ઘટ્યું છે ત્યારે જ્યાં જ્યાં પાયાની દિવાલ પારી તૂટી ગઇ છે ત્યાં આ દિવાલ ફરીથી કરાશે, એટલે કે પાણીનું લેવલ ઘટી ગયા બાદ આ કાર્યવાહી કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech