પશ્ચિમબંગાળ ટીએમસી છોડી બીજેપીમાં સામેલ થનાર નેતાએ સ્ટેજ ઉપર કાન પકડીને કરી ઉઠક-બેઠક કારણ કે....

  • March 04, 2021 12:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા નેતાઓની અદલા બદલીની હોડ લાગી છે. આ દરમિયાન સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ ટીએમસી છોડીને ભારતીય જનતા પાર્ટી બીજેપીમાં સામેલ થયેલા એક નેતાએ સ્ટેજ ઉપર જ કાન પકડીને ઉઠક-બેઠક કરી હતી.

 

પશ્ચિમી મિદનાપુરમાં ભાજપમાં સામેલ થયેલા સુશાંત પાલે કહ્યું હતું કે તેમને ટીએમસીમાં રહેવાનું જે પાપ કર્યું છે, તેના માટે તે માફી માંગી રહ્યા છે. તેમને જે સમયે ઉઠક બેઠક કરી હતી ત્યારે તે મંચ ઉપર ભાજપના નેતા શુભેન્દુ અધિકારી પણ ઉપસ્થિત હતા. જે એ થોડા મહિના પહેલાં જ  મમતા સાથે દગો કરીને ભાજપમાં સામેલ થયા છે.  

 

પાલે કહ્યું હતું કે, હું હવે મારા પાપનું પ્રાયશ્ચિત કરી રહ્યો છું અને તમામ લોકોની માફી માંગી રહ્યો છું. ઉઠક-બેઠક કરતા કહ્યું હતું કે, આ નાનકડી સજા હું મારી જાતને આપી રહ્યો છું. જનસભા દરમિયાન મંચ ઉપર ઉઠક-બેઠક કરનાર સુશાંતને જ્યારે રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે, ટીએમસીના કાર્યકર્તા બનીને મેં જે પાપ કર્યું છે, તેના માટે હું આ સજા મારી જાતને આપી રહ્યો છું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application