ખંભાળિયા લાયન્સ ક્લબ દ્વારા કીટ વિતરણ કરાયું

  • March 15, 2021 10:42 AM 

ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા લાયન્સ કલબ દ્વારા સેવાકીય પ્રવૃતિના ભાગ રૂપે લંડન નિવાસી સ્વ. મીનાબેન દામોદરભાઈ કોટેચા પરિવારના આર્થીક સહયોગથી ખંભાળિયા પંથકના જરૂરિયાતમંદ પરિવારોને વિવિધ જીવનજરૂરી ચીજવસ્તુઓની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં 25 જેટલા જરૂરિયાતમંદ પરિવારોએ આ જીવન જરૂરી ચીજવસ્તુઓ મેળવી, આનંદ અને સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.

આ કીટ વિતરણ પ્રસંગે સંસ્થાના સેક્રેટરી મહેન્દ્રભાઈ જોષી, ઘનશ્યામસિંહ જાડેજા, ડિસ્ટ્રિક્ટ ચેરમેન હાડાભા જામ, કવિન્દ્રભાઈ ગોકાણી, ડિસ્ટ્રિક્ટ ચેરમેન દિનેશભાઈ પોપટ વિગેરે ઉપસ્થીત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવામાં જહેમત ઉઠાવી હતી.

લાયન્સ ક્લબના પૂર્વ ગવર્નર ધીરેનભાઈ બદીયાણીએ દાતા પરિવારની ભાવનાને બિરદાવી આભારની લાગણી વ્યક્ત કરી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS