પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનામાં મળતી .૧.૨૭ લાખની રકમની લાલસામાં જરૂરિયાત વિના સ્ટેન્ટ મૂકી મોતનો ખૌફનાક ખેલ ખેલી બે લોકોનો ભોગ લેનાર ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડની એક પછી એક પરત ઉકેલાતી જાયછે.. . આ સમગ્ર કૌભાંડમાં સરકારી અધિકારીઓ પણ શામેલ હોય તેવી શંકા સેવાઇ રહી છે.
બોરિસણા ગામના ૧૯ દર્દીઓને ચેકઅપના બહાને અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ પર લાવવામાં આવ્યા હતા, પરિવારજનોની સહી કે સંમિતવિનાજ ૧૨ દર્દીઓની એન્જિયોગ્રાફી કરી દેવાઇ હતી, તો ૭ દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરી દેવાઇ હતી. આ ગામના મોતીભાઇ સેનમાં અને મહેશભાઇ બારોટ નામના દર્દીનું સ્ટેન્ટ મુકયા બાદ મોત નિપયુ હતું. કુલ ૧૯ લોકોને સોમવારે સવારે ૧૧ વાગે ગામમાંથી હોસ્પિટલમાં લઇ અવાયા હતા. જેમાંથી ૭ દર્દીઓની આયુષ્યમાન કાર્ડ હેઠળ એન્જિયોપ્લાસ્ટી કરી સરકાર સમક્ષ કલેમ તેની ફીનો કલેમ મુકવામાં આવ્યો હતો.
મૃત્યુ પામેલા બે લોકો પૈકી એક નાગરભાઇની સાંજે ૫ વાગ્યેને ૫૦ મિનિટે પકર્યુટેનિયસ ટ્રાન્સલ્યુમિનલ કોરોનરી એન્જીયોપ્લાસ્ટી સારવારના કલેમની રિકવેસ્ટ નંખાઇ હતી, અને રાત્રે ૧૦ વાગ્યેને ૧૮ મિનિટે તેમનો કલેમ મંજુર થયો હોવાના મેસેજ મોબાઇલ પર મળ્યો હતો.આ બધા વચ્ચે કલેમ મંજુર થાય તે પહેલા રાત્રે ૯ વાગ્યેને ૩૦ મિનિટે તેમના પુત્ર પર ફોન આવી ગયો હતો કે તમારા પિતાની સ્થિતિ ગંભીર છે, પુત્રનું કહેવું છે કે મને એવું કહેવાયું કે ગંભીર છે પરંતુ હત્પં પહોંચ્યો તે પહેલા પિતાજીનું મોત થઇ ચૂકયુ હતું.
આમ ૧,૨૭,૫૪૮ની રકમ માટે એક ઘરનો મોભી છીનવી લેવાયો અને એક પુત્ર માટે છત્રછાયા સમાન પિતા છીનવી લેવાયો.નાગરભાઇના પુત્રએ જણાવ્યું કે તેમના પિતા એકદમ સ્વસ્થ હતા રોજ ખેતી કામ કરતાં હતા. બોડી ચેકઅપના બહાને અહીં બોલાવી હોસ્પિટલે જાતે જ કલેમ મંજૂર કરી પિયા ખાવા સ્ટેન્ટ મુકી દીધું, જે બાદ મોત નીપયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech