ન્યાયાધીશે સંન્યાસીની જેમ જીવવું અને ઘોડાની માફક કામ કરવું જોઈ

  • December 13, 2024 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એક ન્યાયાધીશે સંન્યાસીની જેમ જીવવું જોઈએ અને ઘોડાની જેમ કામ કરવું જોઈએ, ત્યાં દભં કે દેખાડાને કોઈ સ્થાન ન હોવું જોઈએ. વર્ષ ૨૦૧૮ અને ૨૦૧૭માં મધ્યપ્રદેશ ન્યાયિક સેવામાં સમાવિષ્ટ્ર બે સિવિલ જજોને બરતરફ કરવાના કેસના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણીઓ કરી હતી અને કહ્યું હતું કે ન્યાયિક સેવામાં જોડાનારા લોકોએ સોશિયલ મીડિયાનો ઉપયોગ ટાળવો જોઈએ. અને જેઓ આમ કરવાથી રહી ન શકતા હોય તેમને ન્યાયિક સેવામાં જોડાવું જ ન જોઈએ. બે મહિલા ન્યાયિક અધિકારીઓને બરતરફ કરવાના મધ્યપ્રદેશ હાઈકોર્ટના નિર્ણય સામે સુઓમોટો કેસની સુનાવણી કરતી વખતે, ન્યાયમૂર્તિ બી.વી. નાગરથનાની આગેવાની હેઠળની બેન્ચને બે અધિકારીઓમાંથી એકની ફેસબુક પોસ્ટ મળી, જેમાં તેણે કોર્ટના પોતાના અનુભવો ફેસબુક પર શેર કર્યા હતા.ન્યાયાધીશે સંન્યાસીની જેમ જીવવું અને ઘોડાની માફક કામ કરવું જોઈએ

શું છે આખો મામલો?
જસ્ટિસ એન કોટીશ્વર સિંહ પણ બેન્ચમાં સામેલ હતા. આ કેસ બે સિવિલ જજ અદિતિ કુમાર શર્મા અને સરિતા ચૌધરીને બરતરફ કરવા સંબંધિત છે, જેમને અનુક્રમે ૨૦૧૮ અને ૨૦૧૭ માં મધ્ય પ્રદેશ ન્યાયિક સેવામાં સામેલ કરવામાં આવ્યા હતા.૨૦૨૩માં કુલ છ મહિલા ન્યાયિક અધિકારીઓને બરતરફ કરવામાં આવ્યા હતા. યારે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને તેના નિર્ણય પર પુનર્વિચાર કરવા કહ્યું, ત્યારે મધ્યપ્રદેશ હાઈકોર્ટે ચાર અધિકારીઓના સંદર્ભમાં પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો, પરંતુ આ બે અધિકારીઓ સામે બરતરફીનો આદેશ પાછો ખેંચવાનો ઇનકાર કર્યેા અને તેમની વિદ્ધ પ્રતિકૂળ ટિપ્પણીઓ નોંધવામાં આવી હતી. વરિ વકીલ અને હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ આર. બસંતે આ મંતવ્યને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે ન્યાયાધીશે સોશિયલ મીડિયાથી દૂર રહેવા માટે તૈયાર રહેવું જોઈએ અને જે લોકો આમ કરવા તૈયાર નથી તેમણે ન્યાયિક સેવામાં જોડાવું જોઈએ નહીં.

સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
ખંડપીઠે કહ્યું, જજે સાધુની જેમ જીવવું પડે છે અને ઘોડાની જેમ કામ કરવું પડે છે. એક ન્યાયિક અધિકારીએ ઘણું બલિદાન આપવું પડે છે. ન્યાયાધીશ માટે અભિમાન માટે કોઈ જગ્યા નથી. બેન્ચે વધુમાં કહ્યું હતું કે, ન્યાયાધીશોએ ચુકાદાઓ પર ટિપ્પણી કરવી જોઈએ નહીં કારણ કે ફેસબુક જેવા પ્લેટફોર્મ ઓપન ફોરમ છે. આવતીકાલે એવું કહી શકાય કે સોશિયલ મીડિયા પર તેઓએ એક યા બીજી રીતે કેસ પર પોતાનો અભિપ્રાય આપ્યો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application