રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં સરકારરચિત સીટ (સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ)ના વડા આઈપીએસ ઓફિસર સુભાષ ત્રિવેદી બે દિવસથી રાજકોટમાં છે. તેમણે એવું જણાવ્યું હતું કે, આ દુર્ઘટના અતિ દુ:ખદ છે તપાસ એકદમ તલસ્પર્શી કરવામાં આવશે. કોઈ નિદર્ોષ દંડાય ન જાય અને દોષિત છૂટી ન શકે તે રીતે તમામ પાસાઓને ધ્યાને લઇને તપાસ થઈ રહી છે અને રિપોર્ટ તૈયાર કરાશે. ત્રિવેદીએ રિમાન્ડ પર રહેલા આરોપીઓ તેમજ જેલમાં ધકેલાયેલા આરોપીઓની પણ પૂછપરછ સાથે નિવેદનો લીધા હતા.
રાજકોટ શહેરમાં નાનામવા વિસ્તારમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ગત ૨૫ તારીખના રોજ આગ લાગી હતી અને ૨૭ લોકોએ જીવ ગુમાવ્યા હતા. બનાવના દિવસે જ સરકાર દ્રારા જે રીતે મોટી દુર્ઘટનાઓ બને અને તાત્કાલિક સીટની રચના કરવામાં આવે છે એ મુજબ રાજકોટની આ દુર્ઘટનામાં પણ તા.૨૫ના રોજ જ સીટની રચના કરી હતી. તેમાં આઈપીએસ ઓફિસર સુભાષ ત્રિવેદી અને અન્ય ચાર સભ્યોની નિમણૂંક કરી હતી. મુખ્ય જવાબદારી સુભાષ ત્રિવેદીને સોંપવામાં આવી હતી. જે–તે સમયે જ આ ટીમ રાજકોટ આવી પહોંચી હતી અને પ્રાથમિક વિગતો મેળવી હતી. સીટને પ્રાથમિક અહેવાલ બાદ સંપુર્ણ અહેવાલ રજૂ કરવા માટેની પણ સરકાર દ્રારા મહેલત અપાઈ હતી. પ્રાથમિક અહેવાલ સીટે રજૂ કરી દીધો છે. તા.૨૮ના ફાઈનલ રિપોર્ટ રજૂ કરવાનો હોય એ પૂર્વે હવે સીટે તપાસની દિશા તેજ બનાવી છે.
બીજી તરફ આ દુર્ઘટનાના ગુનામાં તપાસ કરી રહેલી રાજકોટ શહેર પોલીસની સીટ દ્રારા અત્યાર સુધી ૯ આરોપીઓની ધરપકડ કરાઈ છે જેમાં પાંચ આરોપી રિમાન્ડ પૂર્ણ થતાં જેલ હવાલે થયા છે. યારે ટીપીઓ સાગઠિયા, બે એટીપી ગૌતમ જોષી, મુકેશ મકવાણા અને ફાયર ઓફિસર રોહિત વિગોરા રિમાન્ડ હેઠળ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં છે. રાજકોટ આવેલા સુભાષ ત્રિવેદીએ રિમાન્ડ પર રહેલા સાગઠિયા સહિત ચારેયની પૂછપરછ કરીને નિવેદન નોંધ્યા હતા. આજે સવારે સીટની ટીમ જેલમાં પહોંચી હતી. યાં ગેમ ઝોન સંચાલકો યુવરાજસિંહ, ધવલ, રાહત્પલ, નિતીન અને જમીન માલિક કિરીટસિંહની પૂછપરછ કરીને નિવેદનો લેવાયા હોવાનું જાણવા મળે છે.
સીટના વડા ત્રિવેદીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, પોલીસ ડિપાર્ટમેન્ટ, મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા તથા ફાયર બ્રિગેડના શું નિયમો છે અને આ તમામ વિભાગના જે–તે જવાબદારોનો શું રોલ હતો? તે તમામ પાસાઓ ચકાસાઈ રહ્યા છે. આ અંગેના જરૂરી દસ્તાવેજી પૂરાવાઓ મેળવાયા છે અને માગવામાં પણ આવ્યા છે. સમગ્ર તપાસ તલસ્પર્શી થશે કોઈ નિર્દેાષ દંડાય ન જાય અને દોષિત છૂટે નહીં એ રીતની તટસ્થ તપાસ થશેનો ત્રિવેદીએ દાવો કર્યેા હતો.
ચાર આરોપીના કાલે રિમાન્ડ પૂરા થશે
ગેમ ઝોનનું ગેરકાયદે બાંધકામ નહીં પાડીને આ ગેમ ઝોન ત્રણ વર્ષ સુધી ગેરકાયદે રીતે ચાલુ રહ્યો હતો. ગત વર્ષે ગેરકાયદે બાંધકામ તોડવાની નોટિસ અપાઈ પરંતુ કોઈપણ કારણોસર ટાઉન પ્લાનિંગ શાખાના ઓફિસર એમ.ડી.સાગઠિયા અને તેમની ટીમના એટીપી મુકેશ મકવાણા, ગૌતમ જોષી દ્રારા બાંધકામ દૂર કરવામાં આવ્યું ન હતું અને અંતે ગત તા.૨૫ના રોજ મોતનો માંચડો સળગી ઉઠો હતો. જે ગુનામાં હાલ આ ત્રણેય આરોપીઓ ક્રાઈમ બ્રાંચના કબજામાં રિમાન્ડ હેઠળ છે. આવતીકાલે તા.૧૨ના રોજ રિમાન્ડ પૂર્ણ થવાના છે. ચારેયને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. હાલના તબક્કે વધુ રિમાન્ડ મંગાશે નહીં તેવું તપાસનીશ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. જો વધુ રિમાન્ડ નહીં મંગાય અને સાગઠિયા સહિતના જેલ હવાલે થશે ત્યારબાદ સાગઠિયાનો બોગસ મિનિટસ બુક બનાવી સરકારી નકલી દસ્તાવેજી પૂરાવા ઉભા કરવાના ગુનામાં કબજો લેવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech