ઘાયલ માછીમારીને રેસ્કયુ કરી ભારતીય કોસ્ટગાર્ડે બચાવ્યો

  • January 29, 2024 10:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકાથી ૪૦ કીમી દૂર માછીમારી કરતા સમયે થઇ હતી ગંભીર ઇજા

દ્વારકા બંદરેથી ૪૦ કિલોમીટર દૂર દરિયામાં માછીમારી કરી રહેલી એક બોટના માછીમારને માછીમારીની જાળ સંભાળતી વખતે ઈજા થતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ અંગે કોસ્ટગાર્ડને જાણ થતા તાત્કાલિક હેલિકોપ્ટર વડે રેસ્ક્યુ કરીને આ માછીમારનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો.
દ્વારકા બંદરથી ૪૦ કિલોમીટર દૂર દરિયામાં  સિધેશ્વરી નામની ફિશિંગ બોટ ફિશિંગ કરી રહી હતી. આ બોટમાં સવાર ૫૦ વર્ષના માછીમાર મનુ આલા મકવાણા ફિશિંગની જાળ સંભાળી રહ્યા હતા ત્યારે સમુદ્રમાં ખૂબ જ તાણ હોવાથી ફિસિંગ નેટના સ્ટીલના વાયર તેના પગની આસપાસ ફસાઈ ગયા હતા અને પગની ઘૂંટીના ભાગેથી તેનો જમણો પગ લગભગ કપાઈ ગયો હતો. આ અંગે ફિશિંગ બોટ દ્વારા વીએસએફ ચેનલ ૧૬ પર કોસ્ટગાર્ડને સંદેશો આપવામાં આવતા કોસ્ટ ગાર્ડ તુરંત એક્શનમાં આવી ગયું હતું.  એર એક્લેવ પોરબંદરે ઝડપથી બચાવ માટે  એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર રેસ્ક્યુ શરૂ કર્યું હતું અને તે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા ડોર્નિયર એરક્રાફ્ટને તુરંત તે બોટની નજીક દરિયામાં મોકલી દેવામાં આવ્યું હતું. ઘટનાસ્થળે પહોંચીને, ડોર્નિયર એરક્રાફ્ટ દ્વારા દર્દીને હેલિકોપ્ટરમાં ઉપાડવામાં આવ્યો  આઇસીજી ડીસ્ટ્રીક્ટ એચક્યુ-૧૫,  ખાતે ખસેડવામાં આવ્યો હતો. મુખ્ય મથક ખાતે  તબીબી ટીમ દ્વારા દર્દીને પ્રારંભિક તબીબી સહાય પૂરી પાડવામાં આવી હતી અને દર્દીને સ્થિર કરવામાં આવ્યો હતો. ત્યાથી તેને બોટ માલિક સાથે સંકલન કરીને દ્વારકા ખાતે અદ્યતન તબીબી સંભાળ માટે સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application