કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ જામનગર સંચાલિત, ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વિભાગ ના છાત્રાલય ના નવીનીકરણ નો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

  • March 07, 2025 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ ખાતે તા.૫/૩/૨૦૨૫ ના રોજ ટ્રસ્ટી મંડળના અધ્યક્ષ દીનાબેન મેહતા, કા. વા. સમિતિના પ્રમુખ અને મેને. ટ્રસ્ટી કરશનભાઈ ડાંગર ના સાન્નિધ્ય માં આયોજિત કરવામાં આવ્યો. આ પ્રસંગે ભવન નવીનીકરણ ના દાતા જયદેવભાઈ સંઘવી અને અમી બેન સંઘવી (આરવી એનકોન લી. મુંબઈ) ની વિશેષ ઉપસ્થિતિ માં અને સૌ મહેમાનો ના વરદ્ હસ્તે દીપ પ્રાગટ્ય કરી, આધુનિક સુવિધાઓ થી સજ્જ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.


કાર્યક્રમ માં ઉપસ્થિત મહેમાનો નું શાબ્દિક સ્વાગત અને પ્રાસંગિક ઉદબોધન પ્રમુખ કરશનભાઈ ડાંગર એ કર્યું હતું.



આ પ્રસંગે વિભાગ ના અન્ય દાતા રામાણી સાહેબ(S B I ના રિજિયોનલ મેનેજર), ઠાકુર સાહેબ(I O C જામનગર), સાબુ સાહેબ,  કીર્તિ ભાઈ ફોફરિયા નું સન્માન કરવામાં આવ્યું, સાથે સાથે, જામનગર જિલ્લા ગ્રાન્ટેડ શાળા સંચાલક મંડળ ના નવ નિયુક્ત પ્રમુખ  દીપકભાઈ ઠક્કર, મા મંત્રી જતીનભાઈ શાહ, ઉપ પ્રમુખ દિલીપભાઈ આશર, કિશોરભાઈ, કાનાણી સાહેબ, ભંડેરી સાહેબનું સન્માન કરવામાં આવ્યું.


 આ પ્રસંગે ઉપસ્થિત CWC જામનગર ના ચેરમેન ભાવિન ભાઈ ભોજાણી તથા સભ્યનું સન્માન કરવામાં આવ્યું.




કાર્યક્રમ ના અધ્યક્ષ દીનાબેન મેહતા અને દાતા જયદેવભાઈ સંઘવી અને દીપક ભાઈ ઠક્કરે પ્રતિભાવો વ્યક્ત કરી આનંદ વ્યક્ત કર્યો હતો.


ટ્રસ્ટી મંડળના અધ્યક્ષ દીનાબેન મેહતા નું શેર સ્ટોક એક્સચેન્જ મુંબઈ દ્વારા અપાયેલ લાઇફ ટાઈમ એચિવમેન્ટ  એવોર્ડ બદલ સમગ્ર વિકાસ ગૃહ પરિવાર વતી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.




આ પ્રસંગે સંસ્થાની દીકરીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.


સૌ દાતા, કા.વા. સમિતિ ના સભ્યો, વિભાગીય વડાઓ, વાલી  તેમજ સંસ્થા ની દીકરો અને વિદ્યાર્થિનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.




કાર્યક્રમ નું સંચાલન કાર્યાલય મંત્રી પાર્થ પંડ્યા એ કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application