જામનગરમાં રોટરી ક્લબનો પદગ્રહણ સમારોહ યોજાયો

  • July 23, 2021 10:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાં માનવતાવાદી સેવા પ્રદાન કરવાના ઉદેશ્ય હેતુ માટે કાર્યરત જાણીતી વૈશ્ર્વિક સંસ્થા રોટરી ઇન્ટરનેશનલના ડિસ્ટ્રીકસ 3060 ની રોટરી ક્લબ ઓફ ઇમેજીકા જામનગરનો શપથવિધિ સમારોહ તાજેતરમાં સેવન સીઝન્સ રીસોર્ટ ખાતે યોજાયેલ, મહેમાનોનું શાબ્દિક સ્વાગત સંસ્થાના ગત વર્ષના પ્રમુખ કર્તવ્યભાઇ પારેખ દ્વારા કરવામાં આવેલ હતું.

આ સમારોહમાં મુખ્ય મેહમાન મેયર બીનાબેન કોઠારી, ઇન્સ્ટોલીંગ ઓફિસર રોટરીના પૂર્વ ડિસ્ટ્રીક્ટ ગવર્નર ડો. બીપીનભાઇ વાધર અને અતિથી વિશેષ આસિ. ગવર્નર જીનલભાઇ ખીમશીયા, સંસ્થાના પુર્વ પ્રમુખ પ્રદ્યુમ્નસીંહ રાયજાદા, રોટરી ક્લબ ઓફ જામનગરના ડો.નીમેશભાઇ રાજપુત, તેમજ અનય રોટેરીયન્સ તયા આમંત્રિતો ઉપસ્થિત રહેલ. મહેમાનોના હસ્તે દિપ પ્રાગટય કરવામાં આવેલ. મહાનુભવોના પ્રાસંગિક પ્રવચન બાદ વર્ષે 20ર1-રર નાં નવા પ્રમુખ સીએ.ઓનઅલીભાઇ મોદી, સેક્રેટરી વિશાલભાઇ દુધેલા અને એકઝીકયુટીવ ટીમના સભ્યોને શપથ લેવડાવવામાં આવેલ અને સંસ્થાની પિન પહેરાવી સન્માનિત કરવામાં આવેલ.

માસ્ટર ઓફ સેરેમની તરીકે રીતેશભાઇ નથવાણી અને યગ્નેશભાઇ નીર્મલ એ સેવા આપેલ. વકીલ મુસ્તુક્રાભાઇ કપાસીએ રોટેક મુર્તુજા કાદીયાણી, અથર્વ પાઠક તયા જયવત રાવલને ક્રેમીલી એન્ટરટેઇન્મેન્ટ કરાવવા બદલ પ્રોત્સાહિત કરેલ. આ સમારોહને સફળ બનાવવા સંસ્થાના પુર્વ સેક્રેટરી હેમલભાઇ પુરખા, દર્શીતભાઇ સોલાણી, સુરેશભાઇ માતંગ, અશ્વિનભાઇ પટેલ વગેરે દ્રારા જહેમત ઉઠાવવામાં આવેલ. આભારવિધિ સેક્રેટરી વિશાલભાઇ દુધેલા દ્વારા કરવામાં આવેલ હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS