BREAKING NEWS

વાંકાનેરના કણકોટ પ્લાન્ટમાં ઇન્ચાર્જ અને ઓપરેટરે કરોડોનો ગેસ બારોબાર વેચી નાખ્યો

  • May 06, 2026 02:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાંકાનેર તાલુકાના કણકોટ ગામની સીમમાં આવેલ એક ખાનગી ગેસ બોટલિંગ પ્લાન્ટમાં કરોડો પિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનુ સામે આવ્યું છે. પ્લાન્ટના જ જવાબદાર કર્મચારીઓએ ભેગા મળીને . ૧.૫૨ કરોડથી વધુની કિંમતનો એલપીજી ગેસનો જથ્થો કંપનીની જાણ બહાર બારોબાર વેચી નાખ્યો હોવાની વાંકાનેર તાલુકા પોલીસ મથકમા ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મહારાષ્ટ્ર્રના નાગપુર ખાતે રહેતા અને કોન્ફિડન્સ પેટ્રોલિયમ ઇન્ડિયા લિમિટેડ માં નોકરી કરતા શુભાંગસિંગ બિજેન્દ્રપાલ સિંગ (ઉ.વ.૪૨) એ આરોપી સુરેશકુમાર ભેલાલ મેઘવાલ રહે હાલ વાંકાનેર મહાવિરનગરમુળ રહે. રાજસ્થાન તથા ઇલ્યાસ નુરમામદભાઇ પરાસરા રહે. કણકોટ–૩ તા.વાંકાનેર વિદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે વાંકાનેર તાલુકા કણકોટ ગામે આવેલ કોન્ફીડન્સ પેટ્રોલીયમ ઇન્ડીયા લીમીટેડ (એલ.પી.જી.બોટલીંગ પ્લાન્ટ કણકોટ મોરબી) પ્લાન્ટમા આરોપી સુરેશકુમાર પ્લાન્ટ ઇન્ચાર્જ તરીકે તેમજ આરોપી ઇલ્યાસ પ્લાન્ટ ઓપરેટર તરીકે નોકરી કરતા હોય જે બંન્ને આરોપીઓની મળી કંપની સાથે વિશ્વાસઘાત કરી કંપની દ્રારા મોકલવામા આવેલ એલ.પી.જી ગેસનો જથ્થો કંપનીની સુચના મુજબ નહિ વેચી સ્ટોરેજ પ્લાન્ટમાંથી ૯૨ ટન ૬૫૬ કિ.ગ્રા એલ.પી.જી ગેસનો જથ્થો કિ..૧,૫૨, ૮૮,૨૪૦– કંપનીની જાણ બહાર કોઇપણ રીતે બારોબાર વેચી નાખ્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિદ્ધ ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ ની કલમ –૩૧૬(૪),૫૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News