ટ્રંપ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ, બુધવારે વોટિંગથી થશે નિર્ણય

  • January 12, 2021 09:09 AM 396 views

ટ્રંપ સમર્થકોએ 6 જાન્યુઆરીના રોજ અમેરિકી સંસદમાં ઘુસી અને તોડ-ફોડ તેમજ હિંસા કરી હતી. આ ઘટનામાં એક પોલીસકર્મી સહિત 6 લોકોના મોત થયા છે. આ મામલે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના ભડકાઉ ભાષણને જવાબદાર ગણવામાં આવે છે. તેના કારણે ડેમોક્રેટિક પાર્ટીએ અમેરિકી સંસદમાં ટ્રંપ વિરુદ્ધ બે મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કર્યા છે. તેમાં ટ્રંપ પર વિદ્રોહને ભડકાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકી સંસદમાં હિંસાને ટ્રંપે ભડકાવી હતી. 
 

આ મામલે હવે બુધવારે વોટિંગ થશે અને ત્યારબાદ નિર્ણય લેવાશે. હાલની પરિસ્થિતિ પર નજર કરીએ તો હાઉસ ઓફ રિપ્રેઝેનટેટિવમાં બહુમતી ડેમોક્રેટિક પાર્ટીને મળી છે અને મહાભિયોગ પ્રસ્તાવ સરળતાથી પાસ થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે કેટલાક રિપબ્લિકન સાંસદ પણ ટ્રંપ વિરુદ્ધ વોટિંગ કરી શકે છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application