બાંધકામો રેગ્યુલરાઈઝ કરવાની ઈમ્પેકટ ફી યોજના ૬ માસ લંબાવાઈ

  • June 15, 2024 03:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતમાં ગેરકાયદેસર બાંધકામને કાયદેસરતા આપવા માટે થઈને ઇમ્પેક્ટ ફીના કાયદાની અમલવારી કરવામાં આવી રહી છે તા.15 જૂનના રોજ આ કાયદાની મુદત પૂર્ણ થવાની હતી જેને ધ્યાનમાં રાખીને વધુ છ મહિના માટે તક આપવામાં આવી છે. રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા આ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. આ માટેની અરજી 17 જૂનથી કરી શકાશે. અહીં નોંધવું જરૂરી છે કે આજે સરકાર દ્વારા ચોથી વખત ગેરકાયદેસર બાંધકામોને કાયદેસરતા આપવા માટે મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. અહી નોધવુ જરુરી છે કે ઇમ્પેક્ટ ફી ના કાયદાની અસરકારક અમલવારી માટે રાજ્ય સરકાર દ્વારા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને કામે લગાડવામાં આવ્યા હતા. આમ છતાં તેમાં જોઈએ તેટલી સફળતા મળી ન હતી.

રાજ્યની નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારમાં આડેધડ વિકાસ થઈ રહ્યો છે જેના પરિણામે ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટ્યો છે આ ગેરકાયદેસર બાંધકામને નિયમિત કરવા માટે થઈને રાજ્ય સરકાર દ્વારા ત્રણ ત્રણ વખત ઇમ્પેક્ટ ફીના કાયદાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે તો ફરી છ મહિના માટે આ મુદતનો વધારો કરીને રાજ્ય સરકાર ચોથી વખત ગેરકાયદેસર બાંધકામને નિયમિત કરવા માટે પ્રજાને તક આપશે.

અત્યાર સુધીનો સીનારીઓ જોઈએ તો રાજ્ય સરકાર દ્વારા આ મામલે જોઈએ તેટલી સફળતા મળી નથી રાજકોટ મા થયેલા અગ્નિકાડ બાદ રાજ્યના મહાનગરોમાં થયેલી સીલીંગની કાર્યવાહીને જોતા મુદત પૂર્ણ થતાની સાથે જ આ મુદતમાં વધારો કરવા માટે રાજ્ય સરકારે ગંભીરતાથી વિચારવું પડે તેવી સ્થિતિ હતી.
રાજ્યમાં અનઅધિકૃત બાંધકામ એટલે કોઈપણ મકાન અથવા તેના કોઈ ભાગના ઉપયોગ માટે પરવાનગી આપવાને સક્ષમ સત્તાધિકારી પાસેથી પરવાનગી મેળવી ન હોય અથવા પરવાનગી મેળવેલ હોય ત્યારે,સુસંગત કાયદા અથવા આવી પરવાનગીનું ઉલ્લ ંઘન કરીને વિકાસ -બાંધકામ  બાંધકામનો વપરાશ કરવામાં આવેલ હોય,એવું વિકાસ-બાંધકામ એટલે અનધિકૃત વિકાસ-બાંધકામ.(1) માર્જીન (2) બિલ્ટઅપ (3) મકાનની ઉંચાઈ (4) ઉપયોગમાં ફેરફાર (5) કવર્ડ પ્રોજેક્શન (6) પાર્કીંગ (ફક્ત 50 ્રુ માટે ફી લઇ નિયમબધ્ધ થઇ શકશે) (7) સેનિટરી સુવિધા (8) કોમન પ્લોટ (50% કવરેજની મયર્દિાને આધીન અને માત્ર મળવાપાત્ર ઉપયોગ) (9) સરકાર નિયત કરે તે સહિતના બાંધકામો નિયમિત કરી શકાશે. આ માટે નિર્ધિરિત રકમ ભરીને ગેરકાયદેસર બાંધકામ નિયમિત કરી શકાશે.પરંતુ રાજ્ય સરકાર દ્વારા લગભગ અત્યારે સુધી ત્રણ વખત આવી મુદતમાં વધારો કયર્િ પછી પણ લોકો બાંધકામ નિયમિત કરવા માટે થઈને ઉદાસીન રહ્યા છે આમ ફરી આજે સરકાર ઇમ્પેક્ટ ફીની મુદતમાં વધારો કરીને ગેરકાયદેસર બાંધકામને નિયમિત કરવા માટે તક આપી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News