ખંભાળિયાના રાજમાર્ગોને નગરપાલિકા દ્વારા સેનિટાઈઝડ કરાયા

  • April 09, 2021 08:47 PM 

ખંભાળિયા તાલુકામાં કોરોના વાયરસના વધતા જતા કેસો તથા આગામી દિવસોમાં ગ્રામ્ય વિસ્તારોમાં લગ્નગાળાની ખરીદીની સીઝન પૂરજોશમાં ચાલુ હોય, લોકોની અવરજવર શહેરની બજારોમાં મોટા પ્રમાણમાં બની રહે છે. આ પરિસ્થિતિમાં કોરોનાનું સંક્રમણ જીવલેણ રીતે ન ફેલાય તે માટે વેપારીઓ દ્વારા દરરોજ સાંજે ચાર વાગ્યા પછી સ્વૈચ્છિક બંધનું એલાન આપવામાં આવ્યું છે.

આ પરિસ્થિતિમાં કોરોના વાયરસ સામે રક્ષણ મળી રહે તે હેતુથી નગરપાલિકા તંત્ર દ્વારા સાવચેતીના પગલા રૂપે માર્ગોને સેનેટાઈઝડ કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યવાહી અંતર્ગત નગરપાલિકાના ચીફ ઓફિસર એ. એચ. સિન્હાની રાહબરી હેઠળ નગરપાલિકાના હોદ્દેદારો તથા સેનિટેશન સ્ટાફ દ્વારા નાના તથા મોટા ફાયર ફાઈટર તેમજ રિક્ષાઓમાં હેન્ડપંપમાં કેમિકલયુક્ત પાણી સાથે સેનિટાઈઝેશન કરવામાં આવ્યું હતું.

ગઈકાલે બપોર બાદ જ્યારે દુકાનો સ્વૈચ્છિક રીતે બંધ હતી, ત્યારે નગરપાલિકાના વાહનો દ્વારા નગર ગેઈટ, જોધપુર ગેઈટ, ચાર રસ્તા, સ્ટેશન રોડ, નવાપરા, જડેશ્વર રોડ તાલુકા પંચાયત કચેરી વિગેરે વિસ્તારોમાં સેનીટાઈઝેેશનની કાર્યવાહી કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS