વરસાદ બધં થયાના ત્રણેક દિવસ સુધી ગરમીના મામલે થોડી રાહત મળ્યા પછી છેલ્લા ચાર દિવસથી મહત્તમ તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. મંગળવારે સમગ્ર દેશમાં સૌથી ઐંચું તાપમાન ભુજમાં ૩૯.૮ ડિગ્રી નોંધાયું હતું. હવામાન ખાતાના જણાવ્યા મુજબ ભુજમાં અત્યારે જે મહત્તમ તાપમાન હોવું જોઈએ તેના કરતાં આ અઢી ડિગ્રી વધુ છે.
સામાન્ય રીતે ગુજરાતમાં અન્ય શહેરોના મહત્તમ તાપમાન કરતા દરિયાકાંઠાના વિસ્તારોમાં મહત્તમ તાપમાન ૮ ડિગ્રી જેટલું ઓછું હોય છે. પરંતુ આ વખતે બધું અલગ હોય તેમ દ્રારકામાં ૩૭.૫ જામનગરમાં ૩૭.૧ કંડલામાં ૩૯ નલિયામાં ૩૮.૫ સુરતમાં ૩૭.૪ વેરાવળમાં ૩૭.૩ ભાવનગરમાં ૩૭.૨ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. જે સરેરાશ કરતા બે થી સાડા ત્રણ ડિગ્રી જેટલું વધારે છે. દ્રારકામાં મંગળવારે ૩૭.૫ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું જે ટિન કરતા ૫.૮ ડિગ્રી વધુ છે.
રાજકોટમાં ટીન કરતાં અઢી ડીગ્રી વધુ તાપમાન છે અને ગઈકાલે મહત્તમ તાપમાન ૩૮.૮ ડિગ્રી નોંધાયું હતું. વડોદરામાં ૩૬.૨ અમરેલીમાં ૩૬.૬ અને અમદાવાદમાં ૩૭.૪ ડિગ્રી મહત્તમ તાપમાન રહેવા પામ્યું હતું. મહત્તમ અને લઘુત્તમ તાપમાનના પ્રમાણમાં સતત વધારો થતો જાય છે અને હજુ આગામી દિવસોમાં તેમાં રાહત મળે તેવી શકયતા ઓછી હોવાનું હવામાન ખાતું જણાવે છે.
ગુજરાત સહિત પશ્ચિમ અને મધ્ય ભારતના રાયોમાં ઉનાળા જેવી ગરમી જોવા મળે છે. તો બીજી બાજુ નોર્થ, નોર્થ ઈસ્ટ અને સાઉથના રાયોમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે. તામિલનાડુ કેરલા પુડીચેરી કર્ણાટક અણાચલ પ્રદેશ આસામ અને મેઘાલયમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી રહી છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ લક્ષદીપ પર સાઉથ કેરલા નજીક સાયકલોનિક સકર્યુલેશન છવાયું છે અને તે લો પ્રેસરમાં આજે પરિવર્તિત થયા પછી આગામી ત્રણ દિવસમાં અરબી સમુદ્રના મધ્ય ભાગમાં પહોંચીને ડિપ્રેશનમાં પરિવર્તીત થશે.
કાશ્મીરમાં અને જમ્મુમાં અત્યારે જોરદાર વરસાદ પડી રહ્યો છે. અફઘાનિસ્તાનમાં પશ્ચિમ દિશામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયકલોનિક સકર્યુલેશન જોવા મળે છે. તેની અસરના ભાગપે જમ્મુ કશ્મીર અને હિમાચલ પ્રદેશમાં સામાન્ય બરફ વર્ષા અને વરસાદ ચાલુ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆઈપીએલ 16 કે 17 મેના રોજ ફરી શરૂ થવાની શક્યતા
May 12, 2025 10:15 AMયુદ્ધવિરામનું શું થશે? આજે ભારત અને પાકિસ્તાનના DGMO ફરી હોટલાઇન પર વાત કરશે
May 12, 2025 09:46 AMLoC પર ભારતીય કાર્યવાહી: 40 પાકિસ્તાની સૈનિકો ઠાર, DGMO દ્વારા કરવામાં આવી પુષ્ટિ
May 11, 2025 09:00 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech