સૌરાષ્ટ્ર્ર કચ્છ સહિત રાયના અનેક વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધુ રહ્યું છે. દેશના અન્ય વિસ્તારોની સરખામણીએ ગુજરાતમાં ગરમી વધુ છે. રાજકોટ અને ડીસા પછી હવે શુક્રવારે સમગ્ર દેશમાં મહત્તમ તાપમાનના મામલે સુરેન્દ્રનગરનું નામ રહ્યું છે. સુરેન્દ્રનગરમાં શુક્રવારે મહત્તમ તાપમાન ૩૮.૩ ડિગ્રી હતું જે સમગ્ર દેશમાં સૌથી ઐંચું છે. રાયના અન્ય શહેરોની હાલત પણ ગરમીના મામલે સુરેન્દ્રનગર કરતાં ખાસ સારી નથી. શુક્રવારે રાજકોટમાં ૩૮ કંડલામાં ૩૭.૨ ભુજમાં ૩૭.૪ ડીસામાં ૩૭.૭ ડીગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
બંગાળની ખાડીમાં સાઉથવેસ્ટ દિશામાં એક સાઇકલોનિક સકર્યુલેશન સર્જાયું છે અને તે આગામી ૨૪ કલાકમાં લો પ્રેસરમાં પરિવર્તિત થવાનું છે. બંગાળની ખાડીની આ સિસ્ટમમાંથી એક ટ્રફ પણ પસાર થઈ રહ્યું છે અને તેના કારણે દક્ષિણ ભારતના રાયોમાં અને તેમાં પણ ખાસ કરીને તમિલનાડુ કેટલા કર્ણાટક પુડીચેરીમાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. બંગાળની ખાડીની આ સિસ્ટમ લો પ્રેસરમાં પરિવર્તિત થયા પછી તે તામિલનાડુ અને શ્રીલંકાના દરિયા તરફ આગળ વધશે.
અરબી સમુદ્રમાં પણ સાઉથ ઇસ્ટ દિશામાં આજે સવારે સાયકલોનિક સકર્યુલેશન જોવા મળ્યું છે. લક્ષદ્રીપ નજીકના દરિયામાં સર્જાયેલી આ સિસ્ટમના કારણે પણ દક્ષિણ ભારતના રાયોમાં ભારે વરસાદનો ખતરો ઊભો થયો છે. આ બંને સિસ્ટમના કારણે અરબી સમુદ્ર તથા બંગાળની ખાડીમાં દરિયો તોફાની બન્યો છે અને માછીમારોને દરિયામાં ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યારે પ્રતિ કલાકના ૩૫ થી ૪૫ કીલોમીટરની ઝડપે પવન ફંકાઈ રહ્યો છે. દક્ષિણના રાયો ઉપરાંત ઉતરાખડં અને જમ્મુ કાશ્મીરમાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech