રાજકોટમાં રહેતી ૨૧ વર્ષીય યુવતીને કાલાવડ રોડ પર આવાસ યોજના કવાર્ટરમાં રહેતા વિધર્મી શખસે મિત્રતા કેળવી પ્રેમજાળમાં ફસાવી હતી.બાદમાં તેને ફરવા માટે અજમેર લઈ ગયો હતો દરમિયાન ગેસ્ટ હાઉસમાં યુવતી પર દુષ્કર્મ આચયુ હતું બાદમાં પરત ફરતી વેળાએ ચાલુ બસમાં સ્લીપર કોચમાં યુવતી પર ફરી એક વખત દુષ્કર્મ આચયુ હતું. લનો વાયદો આપી યુવતીને બેફિકર રહેવા જણાવ્યું હતું બાદમાં તેણે લનો ઇનકાર કરી દીધો હતો. જેથી યુવતીએ આ મામલે પ્ર. નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ૨૧ વર્ષીય યુવતીએ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કાલાવડ રોડ પર ૨૫ વારીયા કવાર્ટરમાં રહેતા રિઝવાન ઇસ્માઈલભાઈ માંડરીયાનું નામ આપ્યું છે. યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેણે ધોરણ ૧૨ ની પરીક્ષા આપી હતી અને હાલ તે અન્ય પરીક્ષાઓની તૈયારી કરી રહી છે.
થોડા સમય પૂર્વે તેના માસિયાઈ ભાઈ સાથે તે બગીચા ફરવા ગઈ હતી ત્યારે તેના ભાઈના મિત્ર એવા આરોપી રીઝવાન સાથે મુલાકાત થઈ હતી બાદમાં બંને વચ્ચે પરિચય થયો હતો અને બને એકબીજાના મોબાઈલ નંબરની આપ લે કરી હતી અને ત્યારબાદ બંને ફોન પર વાતચીત કરતા હતા ત્યારબાદ બંને સહમતીથી રાજકોટથી અજમેર ફરવા ગયા હતા.
આરોપી રીઝવાને અજમેરમાં ગેસ્ટ હાઉસમાં યુવતીને લની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. બાદમાં રાજકોટ પરત કરતી વેળાએ ચાલુ બસમાં સ્લીપર કોચમાં યુવતી પર ફરી એક વખત બદકામ કયુ હતું. આરોપીએ યુવતીને કહ્યું હતું કે જો તારે બાળક થાય તો ચિંતા ન કરતી હત્પં તારી સાથે લ કરવાનો છું. ત્યારબાદ આરોપીએ યુવતીના ઘરે આવી તેમજ તેને બસ સ્ટેન્ડ પાસે આવેલી હોટલે લઈ જઇ અવારનવાર શરીર સંબધં બાંધ્યો હતો. યુવતીએ શરીર સંબધં બાંધવાનો ઇનકાર કરી દીધા બાદ આરોપી જબરજસ્તી કરતો હોય અંતે યુવતીએ આ અંગે પરિવારજનોને જણાવ્યા બાદ આ મામલે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે દુષ્કર્મ અને એટ્રોસિટી એકટની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી રીઝવન માંડરીયાને સકંજામાં લઈ જરી કાર્યવાહી કરી હતી.આરોપી ભીમનગર વિસ્તારમાં ચિકનની દુકાન ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે બનાવ અંગે વધુ તપાસ એસીપી રાધિકા ભારાઈ ચલાવી રહ્યા છે
યુવતીના માતા ગોવા જતા આરોપી વારંવાર ઘરે આવી બદકામ કરતો હતો
યુવતીના માતા–પિતાના છૂટાછેડા થઈ ગયા બાદ યુવતી અહીં તેના માતા અને બહેન સાથે રહેતી હોય દરમિયાન ગત તારીખ ૧૦–૭ થી ૧૬–૭ દરમિયાન યુવતીની માતા ગોવા ગયા હોય આ સમયે આરોપી રીઝવન અવારનવાર યુવતીના ઘરે આવતો હતો અને તેની સાથે શરીર સંબધં બાંધતો હતો. ત્યારબાદ તેણે યુવતીને બસ સ્ટેન્ડ પાસે આવેલી હોટલો સહિતની જગ્યાએ લઈ જઇ તેની સાથે બદકામ કયુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech