સામાન્ય રીતે એપ્રિલ-મે મહિનામાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રી આસપાસ પહોંચતો હોય છે. પરંતુ આ વખતે ઉનાળાની શરૂઆત જ આક્રમક રહી છે અને એપ્રિલ- મે મહિનામાં તાપમાનનો પારો ક્યાં જઈને પહોંચશે તે કલ્પ્ના જ ભલભલાને પરસેવો છોડાવી દે છે. ગુજરાતમાં અનેક શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 39 ડિગ્રી આસપાસ અને ડાંગમાં તો 40 ડિગ્રી આસપાસ પહોંચી ગયો છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે નોર્થ વેસ્ટના રાજ્યોમાં આગામી ત્રણ ચાર દિવસમાં ચારથી પાંચ ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન નીચું ઉતરશે. પરંતુ ગુજરાતમાં આ સિસ્ટમની અસર પહોંચતી ન હોવાથી આગામી ત્રણ થી ચાર દિવસમાં ગુજરાતમાં મહત્તમ તાપમાન બે થી ત્રણ ડિગ્રી જેટલું વધશે.
બુધવારે ડાંગમાં મહત્તમ તાપમાન 39.6 ડિગ્રી નોંધાયું છે. કેશોદમાં 38.6 રાજકોટમાં 38.7 સુરતમાં 38.4 અને વલ્લભ વિદ્યાનગરમાં 38.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. રાજ્યના અન્ય શહેરોના તાપમાનની વાત કરીએ તો ભુજમાં 37.4 નલિયામાં 36 અમરેલીમાં 38 ભાવનગરમાં 36.8 દ્વારકામાં 34 પોરબંદરમાં 36.6 વેરાવળમાં 32.1 ડીગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
અમદાવાદમાં 36.8 ડીસામાં 34.6 ગાંધીનગરમાં 36.6 અને વડોદરામાં 36.8 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવા પામ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન ની અસરના ભાગરૂપે જમ્મુ કશ્મીર લદાખ ઉત્તરાખંડ હિમાલયન રિજીયનમાં વરસાદ અને હિમવષર્િ ચાલુ છે. આસામ મેઘાલય અરુણાચલ અંદામાન નિકોબાર નાગાલેન્ડ મિઝોરમમાં પણ વરસાદ ચાલુ છે. હિમાલયન રિજીયનને અસર કરે તેવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમમાંથી સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થઈ રહ્યું છે અને અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો તે દિશામાં જતા હોવાથી આ સિસ્ટમ વધુ પ્રભાવક બની છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ સિસ્ટમની અસર પૂરી થશે ત્યાં બીજું એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગામી તારીખ 2 માર્ચના રોજ આ વિસ્તારને પ્રભાવિત કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરનો ભોઈસમાજ બનાવે છે વિશ્વની સૌથી ઉંચી હોલિકાનું પૂતળું
March 10, 2025 07:04 PMમુંબઈ અને દિલ્હીમાં ભવ્ય સફળતા બાદ રાજાધિરાજઃ લવ, લાઇફ, લીલા – હવે દુબઈને મંત્રમુગ્ધ કરશે
March 10, 2025 06:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech