શહેરમાં હાર્ટએટેકના બનાવો યથાવત જોવા મળી રહ્યા છે વધુમાં છેલ્લા બે દિવસથી ઠંડીમાં પણ વધારો થતા હૃદય થીજી જવાના બનાવ નકારી શકાય તેમ નથી રેલનગર, રાજનગરના કરણ પાર્ક, કોઠારીયા સોલ્વન્ટ અને ગાંધીગ્રામ વિસ્તારમાં ચાર આધેડના હાર્ટ એટેકથી મોત થયાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત મુજબ રેલનગરમાં રહેતાં જીતેન્દ્રભાઇ જેન્તીભાઇ બારડ (ઉ.વ.51) નામના આધેડ ઘરે હતા ત્યારે બેભાન થઇ જતા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં નિષ્પ્રાણ દેહ પહોંચ્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિત પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર જીતેન્દ્રભાઇ બે ભાઇ અને બે બહેનમાં ત્રીજા નંબરે અને અપરિણીત હતાં અને પ્રાઇવેટ નોકરી કરતાં હતાં. બનાવથી પરિવારમાં ગમગીની છવાઈ છે.
બીજા બનાવમાં રાજનગર ચોક કરણ પાર્ક પાસે કૈલાસ સોસાયટીમાં રહેતાં જયેશભાઇ દેવજીભાઇ રત્નોતર (ઉ.વ.51) નામના આધેડ ગઈકાલે રાત્રે ઘરે હતા ત્યારે ઉલ્ટી થયા બાદ તબિયત લથડી હતી અને બેભાન થઇ જતા સિવિલમાં ખસેડાયા હતાં. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. મૃતક રિક્ષા હંકારી પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને ત્રણ ભાઇ એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં બે પુત્ર છે. બનાવ અંગે માલવીયા નગર પોલીસે જરૂરી કાગળો કયર્િ હતા.
ત્રીજા બનાવમાં કોઠારીયા સોલવન્ટ ગુ.હા. બોર્ડ કવાર્ટરમાં રહેતાં અજીતભાઇ લક્ષ્મીદાસ મેસવાણીયા (ઉ.વ.55) નામના આધેડ ઘરે હતા ત્યારે અચાનક ઢળી પડતા બેભાન હાલતમાં જ સિવિલમાં ખસેડવામાં આવતા મોત નીપજ્યું હતું. મૃતક બે ભાઇમાં મોટા હતા અને સંતાનમાં એક પુત્ર છે પોતે વાયરમેન તરીકે કામ કરતા હતા. બનાવ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. બનાવથી પરિવારમાં ગમગીની છવાઈ છે.
ચોથા બનાવમાં ગાંધીગ્રામ જીવંતીકાનગરમાં રહેતાં સુરેશભાઇ મેઘજીભાઇ પિત્રોડા (ઉ.વ.55) રામાપીર ચોકડીએ શાસ્ત્રીનગર-10ના ખુણે મકાનનું કલર કામ કરતાં હતાં ત્યારે અચાનક છાતીમાં દુ:ખાવો થતા તાકીદે સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ જીવ બચી શક્યો નહતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પોલીસને જાણ કરતા હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.મૃતક બે ભાઈ એક બહેનમાં મોટા હતા બનાવથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application૧૨ લાખથી વધુ સબસ્ક્રાઇબર ધરાવનાર શેર બ્રોકરનું ફેક આઈડી બનાવી છેતરપિંડીનો પ્રયાસ
December 28, 2024 03:23 PMત્રંબા ગામમાં એક વર્ષથી કિલનિક ચલાવતો બોગસ તબીબ ઝડપાયો
December 28, 2024 03:21 PMગેરકાયદેસર મયટા બાંધી સસલાનો શિકાર કરતો શખ્સ વનવિભાગની ઝપટે ચડી ગયો
December 28, 2024 03:19 PMવાતાવરણ સ્વચ્છ થતાં ઠંડીની તીવ્રતામાં થયો વધારો
December 28, 2024 03:18 PMમહાપાલિકાની સાધારણ સભામાં પિવાના પાણી ગટરના પાણીમાં ભળી જવાનો થયો કકળાટ
December 28, 2024 03:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech