ભાવનગરની આરોગ્ય ટીમે વડોદરાના વીરજય ગામમાં બોટથી પહોંચી સારવાર આપી

  • September 02, 2024 04:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજકાલ પ્રતિનિધિ ભાવનગર
વડોદરામાં અતિ ભારે વરસાદને પગલે ઉભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા ભાવનગરની આરોગ્યની ટીમ દ્વારા અનોખી પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી હતી. પ્રતિકૂળ પરિસ્થિતિમાં જરૂરિયાતમંદ લોકોને આરોગ્ય સંબંધિત અસુવિધા ઊભી ન થાય તે માટે ઠેર-ઠેર માનવ સેવાનું ઉમદા કાર્ય કરવામાં આવી રહ્યું છે.  
વડોદરા  જિલ્લાના  પી.એચ.સી. હાડોદના  વીરજય ગામમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં બોટ દ્વારા એક  સગર્ભાબેનને  મેડિકલ  સારવારની  જરૂર હોવાથી  તાત્કાલિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વેળાવદરના મેડિકલ ઓફિસર તથા  ભાવનગરની ટીમ દ્વારા સગર્ભાબેનને બોટ દ્વારા બહાર  સલામત સ્થળ પર વેળાવદર પી.એચ.સી.ની એમ્બ્યુલન્સ દ્વારા પી.એચ.સી હાંડોદ ( કરજણ)  ખાતે  સારવાર  માટે ખસેડવામાં આવ્યા હતા.વેળાવદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ વડોદરા ખાતે ભાવનગર જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન અન્વયે પૂરગ્રસ્ત ગામોમાં પૂરગ્રસ્તોને આરોગ્યલક્ષી શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે ખડેપગે કામગીરી કરી રહી છે. જેમાં વેળાવદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. દિવ્યેશ ઉકાણી, એમ.પી.એચ.ડબલ્યુ.  દિલીપભાઇ વાજા, એમ.પી.એચ.ડબલ્યુ.  રઘુભાઈ પરમાર અને ડ્રાઈવર  માધા ભાઈ ખીમસૂરીયા વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં ફરજ બજાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application