ગાંધીનગરમાં સેકટર–૧૭માં ધારાસભ્યો માટે બની રહેલા લકઝુરીયસ લેટમાં હવે આલિશાન ઈન્ટીરીયર ડેકોરેશન અને ફર્નિચર પાછળ માતબર રકમનો ખર્ચ કરવામાં આવનાર છે. માર્ગ અને મકાન વિભાગ દ્રારા તૈયાર કરવામાં આવેલું સેમ્પલ હાઉસ સમિતિને પસદં પડું નથી. જેથી તેનું ઇન્ટીરીયર અને તે મુજબનું ફર્નિચર તૈયાર કરવા માટે ખાનગી ઇન્ટીરીયર ડિઝાઇનર કંપનીને કામ સોંપવામાં આવનાર છે. આ લેટને અત્યાધુનિક સુવિધા ઉપરાંત ડિઝાઇનર લૂક આપવા અને ફર્નિચર તૈયાર કરવા પાછળ ૮૩ કરોડ ખર્ચ કરવામા આવશે. હાલ ૨૧૬ના આવાસ તૈયાર કરવામાં આવી રહ્યા છે ત્યારે એક આવાસ પાછળ ૩૮.૫૩ લાખનો ખર્ચ ઇન્ટિરિયર પાછળ થશે. મધ્યમ વર્ગના પરિવાર નું મકાન બને એટલા એટલો ખર્ચ ઇન્ટિરિયર પાછળ કરાશે.
હાલ બની રહેલા આવાસ અત્યારસુધીના સૌથી વધુ ખર્ચાળ, લકઝુરીયસ અને સૌથી વધુ સુવિધા સાથેના બનશે. હાલ સેકટર–૨૧માં એમએલએ કવાર્ટરમાં ધારાસભ્યો રહે છે. આ આવાસમાં રીનોવેશન પાછળ અત્યારસુધીમાં કરોડો પિયા ખર્ચવામાં આવ્યા છે.. હવે આ આવાસ જૂના થયા હોવાથી સૌપ્રથમ જે જગ્યાએ આવાસ બનાવ્યા હતા તે સેકટર૧૭માં ત્રણ માળના મકાનો તોડીને ૨૮ હજાર ચોરસમીટર જગ્યા ખુલ્લ ી કરવામાં આવી છે. યાં ભવિષ્યમાં
ધારાસભ્યોની સંખ્યામાં થનાર વધારાને ધ્યાનમાં રાખીને ૨૧૬ લેટ બનાવવામાં આવી રહ્યા છે.પાટનગર ગાંધીનગરમાં ધારાસભ્યો માટે આ ત્રીજીવાર આવાસ બની રહ્યા છે
ખાનગી પ્રિમિયમ સ્કીમને પણ આટૈ એવા લકઝરી લેટ ધારાસભ્યો માટે તૈયાર થશે. આ લેટમાં ૪ બેડમ, એક ઓફિસ મ, લીવીંગ ઉપરાંત ડ્રોઈંગ હોલ, કિચન, ડાઇનીંગ હોલ તેમજ સર્વન્ટ માટે પણ અલાયદો મ રખાશે. આ સંકુલમાં ૧૨ બ્લોક તૈયાર કરાશે, એક બ્લોકમાં ૯ માળ રહેશે.
આ કેમ્પસમાં પણ સ્વીમીંગ પુલ, પાકિગ, ગાર્ડન, જીમ, મંદિર, કેન્ટીન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. મનોરંજન માટે ધારાસભ્યોને બહાર ન જવું પડે તેવી માળખાકીય સુવિધા ઉપરાંત હવે ઇન્ટીરીયર માટે પણ માતબર ખર્ચ કરવામાં આવશે. લિવિંગ અને બેડમ સહિતના ઇન્ટીરીયર, સોફા– ડબલ બેડ, વોર્ડરોબ સહિતના ફર્નિચર માટે ખાનગી ઇન્ટીરીયર ડિઝાઇનરની સેવા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.ઇન્ટીરીયર– ફર્નિચર પાછળ ૮૩ કરોડનો ખર્ચ કરાશે, મતલબ કે એક લેટના ફર્નિચર– ઇન્ટીરીયર પાછળ ૩૮.૫૩ લાખનો ખર્ચ થશે. મધ્યમ વર્ગના લોકોને ટુ બીએચકે લેટ મળી જાય તેટલો ખર્ચ ધારાસભ્યોના લેટમાં ફર્નીચર પાછળ થશે. ભવિષ્યમાં ધારાસભ્યોની સંખ્યાને ધ્યાનમાં રાખીને લેટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમણિપુરમાં 15થી 20 વર્ષની છોકરીઓને હથિયાર ચલાવવાની આપવામાં આવી રહી છે ટ્રેનિંગ
November 22, 2024 02:48 PMઓનલાઇન જુગારમાં હારી જતાં આપઘાત કરનાર યુવાનનો મોબાઇલ એફએસએલમાં મોકલાયો
November 22, 2024 02:48 PMઇન્સ્ટા.માં ફેક આઇડી બનાવી યુવાને તેની ગર્લફ્રેન્ડનો ફોટો મુકી બિભત્સ શબ્દો લખ્યા
November 22, 2024 02:46 PMતાલુકા પોલીસ સ્ટેશન પાસે યુવાન પર હુમલા બાદ કટારીયા ચોકડી સુધી પીછો કરી માર માર્યેા
November 22, 2024 02:43 PMઓસ્ટ્રેલિયાથી રાજકોટ આવેલા યુવકનો ફાંસો ખાઈ આપઘાત
November 22, 2024 02:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech