નૌસેનાની તાકાત વધારવા સરકાર 26 રાફેલ-એમ એરક્રાફ્ટ ખરીદશે

  • October 28, 2023 11:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેન્દ્રની મોદી સરકાર દેશની દરિયાઈ સરહદોની સુરક્ષા માટે રાફેલ જેટના નેવલ વર્ઝનના 26 એરક્રાફ્ટ ખરીદવાની તૈયારી કરી રહી છે, ભારત સરકારે આ માહિતી ફ્રાંસ સરકારને આપી છે. આ ડીલ બંને દેશો વચ્ચે આંતર-સરકારી માળખા હેઠળ કરવામાં આવશે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ભારત સરકારે જુલાઈમાં આ ડીલને મંજૂરી આપી હતી. તે જ સમયે, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની ફ્રાન્સ મુલાકાત દરમિયાન, આ બાબતે એક બેઠક પણ યોજાઈ હતી.તમને જણાવી દઈએ કે આ યુદ્ધ વિમાનોને ભારતના સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર આઈએનએસ વિક્રાંત પર તૈનાત કરવા માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે.


રક્ષા મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે રક્ષા મંત્રી રાજનાથ સિંહ 12 ઓક્ટોબરે ફ્રાંસના પ્રવાસે હતા. તેમની મુલાકાત દરમિયાન, ભારતે ઔપચારિક રીતે ફ્રાન્સની સરકારને ડસો એવિએશન પાસેથી વિમાન ખરીદવા વિનંતીનો પત્ર મોકલ્યો હતો.સૂત્રોએ જણાવ્યું હતું કે જ્યારે સંરક્ષણ મંત્રાલયને ફ્રાન્સની સરકાર તરફથી તેના પત્રનો જવાબ મળશે ત્યારે વિમાનની કિંમત અને આ ડીલ પર અન્ય શરતો પર વાટાઘાટો શરૂ કરાશે. આ ડીલના સંબંધમાં, ડસોના ચેરમેન અને સીઈઓ એરિક ટ્રેપિયરે ભારત પાસેથી આ સંભવિત ખરીદી અંગે ચચર્િ કરવા ઓક્ટોબરની શરૂઆતમાં નવી દિલ્હીની મુલાકાત લીધી હતી.


અગાઉ ભારત સરકાર એરફોર્સ માટે 36 રાફેલ ખરીદી ચૂકી છે
આ પહેલીવાર નથી જ્યારે ભારત સરકાર આટલા મોટા પાયે યુદ્ધ વિમાન ખરીદી રહી છે. અગાઉ, 2016 માં તેના પ્રથમ કાર્યકાળ દરમિયાન, વડાપ્રધાન મોદીની સરકારે દેશની હવાઈ સરહદોની સુરક્ષા માટે 59 હજાર કરોડ રૂપિયા ખચ્યર્િ હતા અને 36 રાફેલ ફાઇટર જેટ ખરીદ્યા હતા. જો કે, ઘણા વિપક્ષી નેતાઓએ આ ડીલને લઈને સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો અને મામલાની તપાસ કરાવવા માટે સુપ્રીમ કોર્ટમાં ગયા હતા.


આ વિમાનો ક્યાં તૈનાત થશે?
ફ્રાન્સ અને સપ્લાય મેન્યુફેક્ચરિંગ કંપ્નીને મોકલવામાં આવેલા તેના પત્રમાં, ભારત સરકારે તેની તમામ જરૂરિયાતો અને ક્ષમતાઓનો ઉલ્લેખ કર્યો છે જે તે એરક્રાફ્ટ કેરિયર આઈએનએસ વિક્રાંત અને આઈએનએસ વિક્રમાદિત્ય માટે ખરીદવામાં આવનાર રાફેલ એરક્રાફ્ટમાં જોવા માંગે છે. ભારતીય નૌકાદળ અને ભારત સરકાર શક્ય તેટલી વહેલી તકે સંપાદન કરાર પર હસ્તાક્ષર થાય તેની ખાતરી કરવા માટે ઝડપથી કામ કરી રહી છે.આ ડીલ સાથે સરકાર આઈએનએસ વિક્રાંત પર રાફેલ તૈનાત કરીને હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતની આગેવાની સુનિશ્ચિત કરવા માંગે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application